Monday, October 25, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 139631 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2054, કુલ...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 139631 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2054, કુલ 132878 દર્દી રિકવર

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 139631 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2054 થયો છે. ગત રોજ શહેરમાંથી 481 અને જિલ્લામાંથી 244 મળી શહેર જિલ્લામાંથી 725 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 132878 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો

શહેરમાં જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત રોજ શહેરમાં 227 જિલ્લામાં 172 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 399 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4699 થઈ ગઈ છે.

સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19ની હાલની સ્થિતિ

હોસ્પિટલમાં કુલ 175 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 122 પોઝિટિવ દર્દીઓ, 4 શંકાસ્પદ દર્દીઓ, તથા 49 નેગેટિવ દર્દીઓ છે.

122 પોઝિટિવ દર્દીઓ પૈકી 13 વેન્ટિલેટર, 41 બાયપેપ, 56 ઓકિસજન પર અને અન્ય 11 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.

હેલ્પ ડેસ્કઃ 58 ઓડિયો કોલ, 191 વીડિયો કોલકરવામાં આવ્યા. 186 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments