Saturday, September 18, 2021
Homeસુરત માં કોરોના : પોઝિટિવ કેસનો આંક 143484 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114...
Array

સુરત માં કોરોના : પોઝિટિવ કેસનો આંક 143484 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર

પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143484 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 04 અને જિલ્લામાંથી 01 મળી શહેર જિલ્લામાં 05 દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141298 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં વધારો

સુરત શહેર જિલ્લામાં કોરોના કેસમાં નજીવો વધારો થયો છે. ગત રોજ શહેરમાં 07 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં નજીવો વધારો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા સ્થિર રહેતા એક્ટિવ કેસમાં વધારો થયો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 72 થઈ ગઈ છે.

મ્યુકોરમાઈકોસીસના નવા 04 દર્દી દાખલ, 05ને રજા અપાઈ

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 04 દર્દીઓ સારવાર માટે દાખલ થયા છે. સિવિલ અને સ્મીમેરમાં મ્યુકરના 35 દર્દીઓ દાખલ છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસિસના કારણે સિવિલમાં 41 અને સ્મીમેરમાં 24 દર્દીઓના મોત નિપજ્યા છે. સ્મીમેરમાંથી 05 દર્દીને રજા આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં 01 દર્દીની સર્જરી કરવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 500 સર્જરી કરવામાં આવી છે તેમજ 319 દર્દીઓ સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments