Wednesday, September 29, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક વધીને 1,43,465 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક વધીને 1,43,465 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર

કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે શહેરમાં નજીવો વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143465 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141288 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં વધારો

​​​​​​​ગઈકાલે શહેરમાં 03 અને જિલ્લામાં 02 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં નજીવો ઘટાડો નોંધાયો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સ્થિર રહી છે. જેથી એક્ટિવ કેસમાં પણ એક કેસના વધારા સાથે 63 થયા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 63 નોંધાઈ છે.

મ્યુકરના દર્દીની સંખ્યામાં ઘટાડો

મ્યુકર માઇકોસિસ થતા રોજકાટની હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બાદમાં તેણે આર્યુવૈદીક સારવાર શરૂ કરી હતી. પણ ફરક નહી પડતા 10 દિવસ પહેલા સુરત સિવિલમાં દાખલ કરાઇ હતી. અહી તેની એક આંખ કાઢવી પડી હતી. સિવિલમાં અત્યાર સુધી 20 દર્દીની આંખ કાઢવી પડી છે. 39 દર્દીના મોત થયા છે. જ્યારે સ્મીમેરમાં 23 દર્દીના મોત થયા છે અને પાંચ દર્દીની આંખ કાઢવી પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments