Friday, September 17, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,43,476 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,43,476 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર

કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે શહેરના કેસમાં નજીવો વધારો થઈ રહ્યો છે. મહા નગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1,43,476 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેરમાંથી કોરોનાને માત આપી સાજા થયેલા દર્દીઓની અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 1,41,293 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં વધારો

આજે શહેરમાં 08 અને જિલ્લામાં 03 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સ્થિર રહી છે. જેથી એક્ટિવ કેસમાં પણ વધારા સાથે 69 થયા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 69 નોંધાઈ છે.

મ્યુકોરમાઈકોસિસનો વધુ 1 દર્દી દાખલ​​​​​​​

સિવિલમાં મ્યુકરમાઈકોસિસની સારવાર લઈ રહેલા વધુ 2 દર્દીનાં મોત નિપજ્યાં છે. આ સાથે સિવિલમાં 41 અને સ્મીમેરમાં કુલ 24 દર્દીઓનાં મોત થયાં છે. સ્મીમેરમાં મ્યુકોરમાઈકોસિસનો વધુ 1 દર્દી દાખલ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments