Tuesday, September 28, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવની સંખ્યા વધીને 94,507 થઈ, મૃત્યુઆંક 1542 પર પહોંચ્યો
Array

સુરતમાં કોરોના : પોઝિટિવની સંખ્યા વધીને 94,507 થઈ, મૃત્યુઆંક 1542 પર પહોંચ્યો

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવની સંખ્યા વધીને 94,507 પર પહોંચી ગઈ છે. શહેરમાં રોજે રોજ મોતના બનાવો વધી રહ્યા હોવો છતાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં કુલ 1542 મૃત્યુઆંક નોંધાયો છે. શહેરમાંથી અત્યાર સુધીમાં કુલ 77,059 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. હાલ શહેર અને જિલ્લામાં 15,906 એક્ટિવ કેસ છે. જેમની શહેરની અને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સ્ટેબલ દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા

સિવિલમાં સતત દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેબલ દર્દીઓને પાલિકા દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હોય તેવી હોસ્પિટલોમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમને વેન્ટીલેટર કે બાઈપેપની જરૂર ન હોય તેવા દર્દીઓને સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલમાંથી તેમજ કિડની હોસ્પિટલ બિલ્ડીંગની કોવિડ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા છે.

સિવિલ સ્મીમેરમાં 1232 દર્દીઓ ગંભીર

શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળ‌ી કુલ 1232 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બુધવારે 619 દર્દીઓ ઓક્સિજ પર, 235 દર્દીઓ બાઈપેપ પર અને 15 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 216 દર્દીઓ ઓક્સિજન પર, 121 દર્દી બાઈપેપ પર અને 26 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments