Saturday, September 18, 2021
Homeકોરોના અપડેટસુરતમાં કોરોના : દોઢ મહિના બાદ ધીમી ગતિએ પોઝિટિવ કેસમાં વધારો

સુરતમાં કોરોના : દોઢ મહિના બાદ ધીમી ગતિએ પોઝિટિવ કેસમાં વધારો

દોઢ મહિના બાદ ધીમી ગતિએ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાની માત્ર કોવેક્સિન રસી જ મળતી હતી. હવે મંગળવારથી કોવિશીલ્ડ રસી મળી રહેશે. શહેરમાં સોમવારે 7 હજાર લોકોને કોવેક્સિન અપાઈ હતી. મંગળવારે પાલિકા 71 સેન્ટરો પર કોવિશીલ્ડનો પ્રથમ અને 62 સેન્ટરો પર બીજા ડોઝની વ્યવસ્થા છે. જ્યારે વિદેશ જતા નાગરિકો માટે પાલ અને કાપોદ્રા કોમ્યુનિટી હોલના સેન્ટરો પર વ્યવસ્થા છે. ઓનલાઇન એપોઇમેન્ટ લીધી હોઇ તેના માટે 36 સેન્ટરો કાર્યરત છે. જ્યારે સર્ગભાબહેનો અને 65 વર્ષથી વધુના લાભાર્થીઓ માટે ખાસ 8 કેન્દ્રો ચાલુ રહેશે.આથી કુલ 192 સેન્ટર પર રસીકરણની વ્યવસ્થા કરાઈ છે.

કોરોના કેસમાં વધારો

કોરોનામાં ધીમી ગતીએ વધારો થઈ રહ્યો છે. દોઢ મહિના બાદ શહેરમાં 06 અને જિલ્લામાં 01 કેસ સાથે સોમવારે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 07 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143655 થઈ ગઈ છે. સોમવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2115 થયો છે. સોમવારે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 01 દર્દી કોરોનાને માત આપી સાજા થતા કુલ 02 દર્દીને રજા આપવામાં આવી હતી.

વેક્સિનેશનનું સરવૈયું

શહેરમાં વેક્સિનેશનની ગતિ ઝડપથી વધવા લાગી છે. શનિવારે 28 હજાર લોકોનું રસીકરણ થયું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 42,43,034 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. જેમાં પ્રથમ ડોઝ 30,57,558 અને બીજો ડોઝ 11,83,476 લોકોને અપાઇ છે. શહેરમાં 34,32,737ને રસી આપવાના ટાર્ગેટ સામે 30.57 લાખને પ્રથમ ડોઝ અપાતા 89.07 ટકા જેટલી રસીકરણની કામગીરી થઇ ગઇ છે. 38.72 ટકા લોકોને બીજો ડોઝ મૂકાયો છે. આજે કોવીશીલ્ડના સેન્ટરો બંધ છે માત્ર 41 સેન્ટર પર કોવેક્સિન જ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments