Tuesday, September 21, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 143454 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 143454 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર અને કુલ 141278 દર્દી રિકવર

શહેરમાં કોરોનાના કેસમાં નજીવો વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143454 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. ગત રોજ શહેરમાંથી 03 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141278 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસમાં નજીવો વધારો

ગત રોજ શહેરમાં 08 અને જિલ્લામાં 01 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 9 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં નજીવો વધારો નોંધાયો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ નજીવો ઘટાડો થયો છે. જેથી એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 62 નોંધાઈ છે.

મ્યુકરનો વધુ 1 કેસ નોંધાયો, 3ને રજા અપાઈ

મ્યુકરનો નવો 1 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના 39 દર્દીઓ દાખલ છે. શનિવારે સ્મીમેરમાંથી 03 દર્દીને રજા આપવામાં આવી છે. 311 દર્દીઓ સરકારી હોસ્પિટલમાંથી સારવાર લઈ ડિસ્ચાર્જ થયા છે. સિવિલ અને સ્મીમેરમાં રવિવારે 4 દર્દીની સર્જરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેરમાં 495 સર્જરીઓ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments