Friday, September 17, 2021
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 143460 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 143460 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર અને કુલ 141284 દર્દી રિકવર

શહેરમાં કોરોનાના કેસમાં નજીવો વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143460 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. ગત રોજ શહેરમાંથી 03 દર્દીઓ અને જિલ્લામાંથી 3 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141284 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસ સ્થિર

ગત રોજ શહેરમાં 03 અને જિલ્લામાં 03 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસમાં નજીવો ઘટાડો નોંધાયો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સ્થિર રહી છે. જેથી એક્ટિવ કેસમાં પણ 62 થયા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 62 નોંધાઈ છે.

મહિલાની આંખની સર્જરી

મ્યુકર માઇકોસિસ થતા રોજકાટની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં તેણે આર્યુવૈદીક સારવાર શરૂ કરી હતી. પણ ફરક નહી પડતા 10 દિવસ પહેલા સુરત સિવિલમાં દાખલ કરાઇ હતી. અહી તેની એક આંખ કાઢવી પડી હતી. સિવિલમાં અત્યારસુધી 20 દર્દીની આંખ કાઢવી પડી છે. 39 દર્દીના મોત થયા છે. જ્યારે સ્મીમેરમાં 23 દર્દીના મોત થયા છે અને પાંચ દર્દીની આંખ કાઢવી પડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments