Saturday, September 25, 2021
Homeદેશમાં કોરોના : 30,029 નવા કેસો સામે આવ્યા, 39,020 લોકો સાજા અને...
Array

દેશમાં કોરોના : 30,029 નવા કેસો સામે આવ્યા, 39,020 લોકો સાજા અને 420નાં મોત

કોરોના ટેસ્ટિંગ કરતા ડોક્ટરનો ફાઈલ ફોટો. - Divya Bhaskar

સોમવારે કોરોનાના નવા સંક્રમિતોના આંકડામાં નોંધપાત્ર ઘટાડો નોંધાવામાં આવ્યો છે. દેશમાં 24 કલાકમાં 30,029 નવા કેસો નોંધવામાં આવ્યા હતા. આ દરમિયાન 39,020 લોકો સાજા થયા અને 420 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

કેરળમાં સોમવારે 13,984 લોકોના રિપોર્ટ પોઝિટિવ નોંધવામાં આવ્યા હતા. 6 દિવસ પછી કેરળમાં 20 હજારથી ઓછા કેસો નોંધવામાં આવ્યાં. આની અસર દેશના આંકડાઓ પર પડી છે. અહીં કોરોના સંક્રમિતો કરતાં સાજા થયેલા લોકોની સંખ્યા વધુ જોવા મળી.

આંસુથી પણ કોરોના ફેલાઈ શકે છે

અમૃતસરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજે એક રિસર્ચમાં દાવો કર્યો છે કે કોરોના સંક્રમિત વ્યક્તિનાં આંસુ પણ વાઇરસના સંક્રમણને ફેલાવવાનું જોખમ ધરાવે છે. અભ્યાસ માટે 120 દર્દીના RT-PCR રિપોર્ટના 48 કલાકની અંદર આંસુના નમૂના લેવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે આ વાઇરસ 60 દર્દીમાં આંસુ મારફત શરીરના બીજા ભાગમાં પહોંચ્યો હતો, જ્યારે 60 દર્દીમાં આવું થયું નથી.

ઓડિશાના ભુવનેશ્વરમાં થયું 100% વેક્સિનેશન

ઓડિશાનું ભુવનેશ્વર શહેર 100% વેક્સિનેશન કરનારું દેશનું પહેલું શહેર બની ગયું છે, એટલે કે 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે. દક્ષિણ પૂર્વ ભુવનેશ્વરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અંશુમાન રથે ANIને જણાવ્યું હતું કે અમે સતત વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરી હતી. 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક પહેલેથી જ નક્કી કરવામાં આવ્યો હતો.

કેરળને લઈને કડક થયાં રાજ્યો

કર્ણાટકે તેની સરહદ કડક બનાવવાનું શરૂ કર્યું છે. કર્ણાટકે કેરળથી આવા હજારો લોકોને ફક્ત એટલા માટે પાછા કાઢ્યા, કારણ કે તેમની પાસે RT-PCR નેગેટિવનો રિપોર્ટ ન હતો. ઝારખંડના આરોગ્ય વિભાગે રેલવેને પત્ર પાઠવીને કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા ટ્રેન મુસાફરોના RT-PCR ટેસ્ટ રિપોર્ટ અંગેનો અહેવાલ માગ્યો છે. વિભાગે એમ પણ કહ્યું છે કે ત્રણેય રાજ્યમાંથી આવતી ટ્રેનોની તપાસ ઝારખંડનાં સ્ટેશનો પર ઊતરતા મુસાફરોની વિગતો સાથે કરવામાં આવશે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ: 

30,029

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા:

39,020

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:

420

અત્યારસુધીમાં કુલ કેસ:

3.17 કરોડ

અત્યારસુધી સાજા થયા: 

3.08 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ:

4.25 લાખ

સારવાર હેઠળ દર્દીઓ:

3.98 લાખ

8 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશનાં 8 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં લોકડાઉનની જેમ જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

23 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે. એમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

પ્રમુખ રાજ્યોની સ્થિતિ

1. કેરળ

સોમવારે અહીં 13,984 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. 15,923 લોકો સાજા થયા અને 118 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 34.25 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 32.42 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 16,956 લોકોનાં મોત થયાં છે. હાલમાં 1.65 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. મહારાષ્ટ્ર

સોમવારે અહીં 4,869 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 8,429 લોકો સાજા થયા અને 90 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 63.15 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 63.15 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.33 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 75,303 દર્દી સારવાર હેઠળ છે.

3. દિલ્હી

સોમવારે દિલ્હીના ડેટા ઉપલબ્ધ નથી થઈ શક્યા. રવિવારે દિલ્હીમાં 63 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 34 લોકો સાજા થયા અને 2નાં મોત થયાં હતાં. અત્યારસુધીમાં 14.36 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 14.10 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 25,052 દર્દીનાં મોત થયાં છે. અહીં 580 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

4. ઉત્તરપ્રદેશ

સોમવારે 24 લોકો પોઝિટિવ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન 42 લોકો સજા થયા. અત્યારસુધીમાં રાજ્યમાં 17.08 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.85 લાખ સાજા થયા છે, જ્યારે 22,763 દર્દીનાં મોત થયાં છે. અહીં 626 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

5. ગુજરાત

સોમવારે રાજ્યમાં 22 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 25 લોકો સાજા પણ થયા છે. અત્યારસુધીમાં લગભગ 8.24 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 8.14 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,076 દર્દીનાં મોત થયાં છે. અહીં 251 સંક્રમિતોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ

અહીં સોમવારે 17 નવા કેસ નોંધાયા હતા અને 10 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં રાજ્યમાં 7.91 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.81 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 10,513 લોકો મૃત્યુ પામ્યા છે, 132 દર્દીઓ સારવાર હેઠળ છે.

7. રાજસ્થાન

અહીં સોમવારે 27 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. આ દરમિયાન 31 લોકો સાજા થયા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.53 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાંથી 9.44 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,954 દર્દીનાં મોત થયાં છે. હાલમાં 241 દર્દીની સારવાર ચાલી રહી છે.

8. છત્તીસગઢ

અહીં સોમવારે 236 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. આ દરમિયાન 234 લોકો સાજા થયા. રાજ્યમાં અત્યારસુધીમાં 10.02 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 13,528 દર્દીનાં મોત થયાં છે. હાલમાં 9.87 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments