Thursday, August 5, 2021
No menu items!
Homeદેશમાં કોરોના : 24 કલાકમાં 58,562 કોરોના દર્દીઓ મળી આવ્યા, 87,493 લોકો...
Array

દેશમાં કોરોના : 24 કલાકમાં 58,562 કોરોના દર્દીઓ મળી આવ્યા, 87,493 લોકો સાજા થયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 58,562 કોરોના દર્દીઓ મળી આવ્યા, 87,493 લોકો સાજા થયા અને 1,537 લોકો મૃત્યુ પામ્યા. આ રીતે, એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 30,518નો ઘટાડો નોંધાયો છે. રાહતની વાત તે છે કે 24 કલાકમાં નવા કેસની સંખ્યા છેલ્લા 81 દિવસમાં સૌથી ઓછી છે. અગાઉ 30 માર્ચે 53,237 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં કોરોના મહામારીના આંકડા

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 58,562
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 87,493
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1537
  • અત્યાર સુધીમાં કુલ કેસ: 2.98 કરોડ
  • હજુ સુધી કુલ સાજા થયા: 2.87 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.86 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 7.24 લાખ

10 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો દેશના 10 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં ગયા લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

21 રાજ્યો/ કેન્દ્રશાસિત કેન્દ્રોમાં આંશિક લોકડાઉન
દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

સંપૂર્ણપણે લોકડાઉન દૂર કરનાર તેલંગાણા પ્રથમ રાજ્ય
આ દરમિયાન તેલંગાણા સરકારે રવિવારથી રાજ્યમાં લોકડાઉનને સંપૂર્ણ રીતે હટાવવાનો નિર્ણય લીધો છે. ગઇ કાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે તેલંગાણા દેશમાં​​​​​​​ પહેલું એવું રાજ્ય બન્યું છે જેણે લોકડાઉનને સંપૂર્ણપણે દૂર કરવાની જાહેરાત કરી છે. આની સાથે રાજ્યમાં હવે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો રહેશે નહીં. અહીં 1 જુલાઈથી શાળાઓ પણ ખોલવામાં આવશે.

અપડેટ્સ

  • કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ડોકટરો સાથે હિંસાના કેસોને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી છે. શનિવારે કેન્દ્રએ આ મુદ્દે રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. તેમાં ડોકટરો સહિતના તમામ મેડિકલ સ્ટાફને સુરક્ષા પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે.
  • કેન્દ્રએ રાજ્યોને પૂછ્યું છે કે લોકડાઉનમાં રાહત આપતી વખતે કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં કોઈ શિથિલતા ન હોવી જોઈએ. કેન્દ્રએ રાજ્યોને 5-મુદ્દાના સૂત્રને કડક અમલ કરવા સૂચન કર્યું છે. આમાં કોરોના પ્રોટોકોલનું પાલન, ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ અને વેક્સિનેશનનો સમાવેશ થાય છે.

મુખ્ય રાજયોની સ્થિતિ

1. મહારાષ્ટ્ર
​​​​​​​શનિવારે, 8,912 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 10,373 લોકો સાજા થયા અને 682 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 59.63 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આ 57.10 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1.17 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 1.32 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. છત્તીસગઢ
શનિવારે રાજ્યમાં 479 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 1,001 લોકો સાજા થયા અને 9 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 9.90 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.67 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 13,377 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 9,531 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. ઉત્તરપ્રદેશ
​​​​​​​શનિવારે અહીં 257 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 592 લોકો સાજા થયા અને 51 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 17.04 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 16.77 લાખ લોકો સજા થયા છે. જ્યારે 22,132 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 4,957 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

4. ગુજરાત
​​​​​​​શનિવારે રાજ્યમાં 228 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 874 લોકો સાજા થયા અને 5 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં લગભગ 8.22 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આ 8.05 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,028 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 6,579 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

5. રાજસ્થાન
અહીં શનિવારે 193 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 518 લોકો સાજા થયા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.50 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 9.38 લાખ લોકો સાજા થયાછે. જ્યારે 8,891 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 3,451 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. દિલ્હી
​​​​​​​શનિવારે દિલ્હીમાં 135 લોકોની કોરોના પોઝિટિવ નોંધાયા હતા. 201 લોકો સાજા થયા અને 7 લોકોનાં મોત થયાં હતા. અત્યાર સુધીમાં 14.32 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી, 14.04 લાખથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે 24,907 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 2,372 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

7. મધ્યપ્રદેશ
​​​​​​​શનિવારે અહીં 110 નવા કેસ નોંધાયા છે. 365 લોકો સાજા થયા હતા અને 30 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.89 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી 7.77 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 8,737 લોકો મૃત્યુ પામ્યા હતા. હાલમાં 2,442 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments