Monday, September 20, 2021
Homeદેશમાં કોરોના : હાઈકોર્ટમાં રડી પડ્યા બાર કાઉન્સિલના અધ્યક્ષ, કહ્યું- જો વકીલોને...
Array

દેશમાં કોરોના : હાઈકોર્ટમાં રડી પડ્યા બાર કાઉન્સિલના અધ્યક્ષ, કહ્યું- જો વકીલોને ઓક્સિજન નહીં મળે તો તેમનુ મૃત્યુ થશે

દિલ્હીના કોરોનાથી ખુબ જ ડરામણી સ્થિતિ બની રહી છે. આ મામલે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન અને સિનિયર એડવોકેટ રમેશ ગુપ્તા રડી પડ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે અમને બાર કાઉન્સિલના ઘણા સંક્રમિત સભ્યોના ફોન આવી રહ્યાં છે. જો તેમને ઓક્સિજન સિલિન્ડર નહીં મળે તો તેઓ મૃત્યુ પામશે. હાઈકોર્ટે કહ્યું કે, ‘અમે તમારી પીડા સમજીએ છીએ. ક્યારેય વિચાર્યું ન હતુ કે કોરોનાના કારણે આટલા ખરાબ દિવસો જોવા પડશે.’

બાર કાઉન્સિલ માટે અલગ હોસ્પિટલ માંગવામાં આવી

એડ્વોકેટ રમેશ ગુપ્તાએ કોર્ટને વિનંતી કરી કે બાર કાઉન્સિલના સભ્યો માટે એક હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવે. તેમાં આઈસીયુ બેડની સુવિધા પણ હોવી જોઈએ. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે. લોકો વેક્સિન, ઓક્સિજનનો અભાવ અને અન્ય મેડિકલ સુવિધાઓ વિના મૃત્યુ પામી રહ્યા છે. ગુપ્તાએ કહ્યું કે અમે આ બાબતોમાં પડવા માંગતા નથી,કે તેમાં કેન્દ્રની ભૂલ છે કે દિલ્હી સરકારની. અમે એટલું જ પૂછવા માંગીએ છીએ કે દેશની સેનાને શા માટે તેમાં સામેલ કરવામાં આવી રહી નથી?

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3.86 લાખ કેસ નોંધાયા

કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આનો અંદાજ લગાવી શકાય છે કે હવે દેશમાં દર 100 લોકોમાં 21થી વધુ કોરોના પોઝિટિવ જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયામાં ટેસ્ટ પોઝિટિવિટી દર 21.51 રહ્યો છે. ગયા અઠવાડિયે આ પોઝિટિવિટી દર 18.32% હતો. એનો અર્થ એ કે એ સમયે દર 100 લોકોમાંથી ફક્ત 18 લોકો જ પોઝિટિવ મળતા હતા.

પ્રથમ વખત એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ મળી આવ્યા અને સૌથી વધુ સાજા થયા

ગુરુવારે પ્રથમ વખત એક જ દિવસમાં 3 લાખ 86 હજાર 854 નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે. 24 કલાકમાં નોંધાયેલા નવા દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. અગાઉ 28 એપ્રિલના રોજ 3.79 લાખ દર્દીઓની ઓળખ થઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,501 લોકોનાં મોત થયાં છે. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં બુધવારે 3,646 મૃત્યુ નોંધાયાં હતાં. રાહતની વાત છે કે આ 24 કલાકમાં 2 લાખ 91 હજાર 484 લોકો સ્વસ્થ થયા અને તેમના ઘરે ગયા.

આ પ્રમાણે જ દર્દીઓ વધતા રહ્યા તો મુશ્કેલીઓ ખૂબ વધી જશે

જ્યારે દેશમાં 10 લાખ એક્ટિવ કેસ હતા ત્યારે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને વેન્ટિલેટરની અછત હતી. હવે આ આંકડો 31 લાખથી વધુ પર પહોંચી ગયો છે. તેમાં દરરોજ એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે. જો સક્રિય કેસની સંખ્યામાં આ રીતે જ વધારો થતો રહ્યો, એટલે કે દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તો આગામી દિવસોમાં આખા દેશમાં મુશ્કેલીઓ ખૂબ વધી જશે. હાલમાં જે સંસાધનો એકઠાં કરવામાં આવી રહ્યાં છે એ ફક્ત 10% દર્દીઓ માટે જ કામ આવી શકશે, બાકીના 90% દર્દીઓએ અવ્યવસ્થાનો ભાર સહન કરવો પડશે.

ફોટો અમૃતસરનો છે. અહીં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહેલા આરોગ્યકર્મી. અમૃતસરમાં અત્યારસુધીમાં 31 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.
ફોટો અમૃતસરનો છે. અહીં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહેલા આરોગ્યકર્મી. અમૃતસરમાં અત્યારસુધીમાં 31 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

દેશમાં કોરોના મહમારીના આંકડા…

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા:

3.86 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:

3,501

છેલ્લા 24 કલાકમાં કુલ રિકવરી:

2.91 લાખ

અત્યારસુધીમાં કુલ કેસ:

1.87 કરોડ

અત્યારસુધી સાજા થયા: 

1.53 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 

2.08 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 

31.64 લાખ

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ…

1. મહારાષ્ટ્ર

ગુરુવારે 66,159 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 68,537 લોકો સાજા થયા અને 771 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 45 લાખ 39 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 37.99 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 67 હજાર 985 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 70 હજાર 481 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

ગુરુવારે 35,104 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 25,613 લોકો સાજા થયા અને 295 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 12 લાખ 17 હજાર લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમની વચ્ચે 8 લાખ 96 હજાર સાજા થયા છે, જ્યારે 12,238 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. 3 લાખ 9 હજાર દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે 24,235 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 25,615 લોકો સ્વસ્થ થયા અને 395 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 11 લાખ 22 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 10 લાખ 08 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 15,772 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,977ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ

ગુરુવારે 15,804 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું.16,489 લોકો સ્વસ્થ થયા અને 251 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 7 લાખ 13 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 5 લાખ 87 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 8,312 દર્દી મૃત્યુ પામ્યા છે. 1 લાખ 18 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

ગુરુવારે રાજ્યમાં 14,327 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 9,544 લોકો સાજા થયા અને 180 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 5 લાખ 53 હજાર 172 લોકોને સંક્રમણ લાગ્યું છે. એ પૈકી 4 લાખ 8 હજાર 368 લોકો સાજા થયા છે, જ્યારે 7,010 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,37,794 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ

ગુરુવારે રાજ્યમાં 12,762 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 13,363 લોકો સ્વસ્થ થયા અને 95 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 5 લાખ 50 હજાર 927 લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 4 લાખ 53 હજાર 331 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,519 લોકો મૃત્યુ પામ્યા છે. ત્યાં 92,077 દર્દી છે, જેની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments