Friday, March 29, 2024
Homeદુનિયામાં કોરોના : શુક્રવારે 6.19 લાખ કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા, 12,705નાં...
Array

દુનિયામાં કોરોના : શુક્રવારે 6.19 લાખ કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા, 12,705નાં મોત

- Advertisement -

દુનિયાભરમાં કોરોનાવાયરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. ગત દિવસે દુનિયામાં 6 લાખ 19 હજાર 536 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જોકે પ્રતિદિવસ મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત દિવસે શુક્રવારના રોજ 12 હજાર 705 લોકોના કોરોનાવાયરસના કારણે મોત નીપજ્યાં હતા.

ત્યાં, બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર રેડ લિસ્ટ વાળા દેશો માટે અલગ ટર્મિનલનું નિર્માણ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. એરપોર્ટ મેનેજમેન્ટના કહ્યા પ્રમાણે જો આવા સંક્રમિત દેશોમાંથી દર્દીઓ એક જ ટર્મિનલમાંથી આવશે તો સંક્રમણ વધી જશે, જેના કારણે આવા દેશથી આવતી ફ્લાઈટ્સ માટે અલગ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ કેસ ભારતમાં આવ્યા

છેલ્લા કેટલાક દિવસોમાં રોજ સામે આવતા કેસમાં ભારતનું સ્થાન મોખરે આવતું રહે છે. ગત દિવસે ભારતમાં 2.54 લાખ નવા કેસ સામે આવ્યા હતા. ત્યારપછી બ્રાઝીલમાં 77,598, આર્જેન્ટીનામાં 35,468, અમેરિકામાં 29,014 અને કોલંબિયામાં 14,838 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી હતી.

સૌથી વધુ મોત પણ ભારતમાં નીપજ્યાં

કોરોના સંક્રમણથી પ્રતિદિવસ મૃત્યુ પામતા દર્દીઓની વાત કરીએ તો પણ સૌથી વધુ આંકડો ભારતનો સામે આવી રહ્યો છે. શુક્રવારે અહીંયા 4,143 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારપછી બ્રાઝીલ 2,136, આર્જેન્ટીનામાં 692, અમેરિકામાં 657 અને કોલંબિયામાં 486 લોકોનું કોરોનાને કારણે નિધન થયું છે.

અત્યારસુધી 16.64 કરોડ કેસ

દુનિયામાં કોરોનાવાયરસનાં અત્યારસુધી 16.64 કરોડ કેસ સામે આવ્યા છે. જેમાંથી કુલ 34.57 લાખ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 14.72 કરોડ લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો છે. અત્યારે 1.57 કરોડ લોકો સારવાર હેઠળ છે. જેમાંથી 1.56 કરોડ લોકોમાં હળવા અને 98,169 લોકોમાં ગંભીર કોરોનાનાં લક્ષણો જણાઈ રહ્યા છે.

ટોપ-10, દેશ જ્યાં સૌથી વધુ સંક્રમિત મળી આવ્યા

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 33,862,398 603,408 27,399,429
ભારત 26,285,069 295,508 23,059,017
બ્રાઝીલ 15,976,156 446,527 14,422,209
ફ્રાન્સ 5,581,351 108,437 5,186,591
તુર્કી 5,169,951 45,840 4,998,639
રશિયા 4,983,845 117,739 4,601,120
બ્રિટન 4,457,923 127,710 4,297,878
ઈટાલી 4,183,476 125,028 3,766,660
જર્મની 3,646,600 87,852 3,374,600
સ્પેન 3,636,453 79,620 3,356,272
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular