દુનિયામાં કોરોના : ગત દિવસોમાં 8.04 લાખ નવા કેસ સામે આવ્યા, જે છેલ્લાં 3 મહિનામાં સૌથી વધુ

0
0

વિશ્વભરમાં કોરોનાની નવી લહેર ખતરનાક બની રહી છે. ગત દિવસોમાં દુનિયામાં 8.04 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ છેલ્લાં 3 મહિનામાં એક દિવસમાં મળનારા સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 8 જાન્યુઆરીએ 8.45 લાખ લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.

તો બુધવારે વિશ્વમાં 13,532 લોકોના મોત નિપજ્યા. જેમાંથી સૌથી વધુ મોત બ્રાઝીલમાં રેકોર્ડ કરાઈ. અહીં ગત દિવસોમાં 3,462 લોકોના મોત નિપજ્યા. અહીં મોતનો સિલસિલો રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. મહામારીના કારણે બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 3.62 લાખ લોકોના મોત નિપજ્યા છે.

બ્રિટન 97 દિવસ પછી અનલોક

બ્રિટનમાં 97 દિવસ બાદ ફરીથી રોનક જોવા મળી રહી છે. દુનિયાનું સૌથી લાંબુ અને કડક લોકડાઉન 12 એપ્રિલથી અનલોક થવાનું શરૂ થઈ ગયું છે. અનિયંત્રિત થઈ રહેલા કોરોનાને કારણે અહીં 5 જાન્યુઆરીથી લોકડાઉન લગાડવાનું શરૂ થયું હતું. જો કે ડિસેમ્બરથી જ બ્રિટનમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા. હવે ફરીથી મહિનાઓ પછી સેંકડો જિમ, હેરસલૂન અને રિટેલ સ્ટોર ખુલી રહ્યાં છે.

અત્યાર સુધીમાં 13.88 કરોડ કેસ

દુનિયામાં અત્યાર સુધીમાં 13.88 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 29.84 લાખ દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે 11.16 કરોડ લોકો સ્વસ્થ થયા છે. 2.42 કરોડ દર્દીની હાલ સારવાર ચાલી રહી છે. જેમાંથી 2.41 કરોડ દર્દીઓમાં સંક્રમણના સામાન્ય લક્ષણ છે, જ્યારે 1.06 લાખ દર્દીઓની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે.

ટોપ-10 દેશ જ્યાં સૌથી વધુ લોકો સંક્રમિત થયા ​​​​​​

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 32,149,223 578,092 24,696,161
ભારત 14,070,890 173,152 12,426,146
બ્રાઝીલ 13,677,564 362,180 12,170,771
ફ્રાંસ 5,149,834 99,777 315,152
રશિયા 4,666,209 104,000 4,291,223
UK 4,378,305 127,161 4,000,777
તુર્કી 4,025,557 34,734 3,480,146
ઈટાલી 3,809,193 115,557 3,178,976
સ્પેન 3,387,022 76,756 3,118,437
જર્મની 3,064,382 79,813 2,718,700

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here