Thursday, April 18, 2024
Homeકોરોના અપડેટવડોદરામાં કોરોના : છેલ્લા 36 કલાકમાં મકરપુરા વિસ્તારમાં જ કોરોનાના 3 કેસ...

વડોદરામાં કોરોના : છેલ્લા 36 કલાકમાં મકરપુરા વિસ્તારમાં જ કોરોનાના 3 કેસ નોંધાયા

- Advertisement -

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,090 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,455 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. ગુરુવારે મકરપુરા વિસ્તારમાં જ કોરોનાના 3 નવા કેસો આવ્યા હતા.

હાલમાં 14 એક્ટિવ કેસ છે

બુધવારે માંજલપુરમાં 3 કેસ આવ્યા હતા. જોકે આ માટે રેકોર્ડબ્રેક 3,725 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં 14 એક્ટિવ કેસ છે, જેમાંથી એક દર્દીને ઓક્સિજન હેઠળ રાખીને સારવાર કરવામાં આવી છે. જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેરમાં 27 લોકો ક્વોરન્ટીન છે. બીજી તરફ એસએસજી-ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો નવો એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે બીજી તરફ 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો અને એક દર્દી તબીબી સલાહ વિરુદ્ધ રજા લઇને પોતાના ઘરે જતો રહ્યો હતો.

100 ટકા વેક્સિનેશન માટે ભીક્ષુક ગૃહ પર આરોગ્ય વિભાગ નિર્ભર

વડોદરા શહેરમાં રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 100 ટકા થાય તે માટે આરોગ્ય વિભાગ ભીક્ષુક ગૃહ ઉપર નિર્ભર થયું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રથમ ડોઝ લેનારની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે, તે અંગે તપાસ કરતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ કેમ્પનું આયોજન કરીને આ નંબર વધારવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે.

શુક્રવારે 9625 લોકોએ રસી મુકાવી

રાજ્ય સરકાર દ્વારા વડોદરા આરોગ્ય વિભાગને 15.09 લાખ લોકોને રસી મૂકવાનું ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રથમ ડોઝ લેનારની સંખ્યામાં વધારો થતો ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા દિવાળી સુધીમાં 100%નો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શુક્રવારે થયેલા રસીકરણમાં શહેરમાં 9625 લોકોએ રસી મુકાવી હતી જે પૈકી 6135 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે માત્ર 3490 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

કુલ રસીકરણ 23,48,828 આજનું રસીકરણ 9,625 પ્રથમ ડોઝ 13,94,471 92.36% બીજો ડોઝ 9,54,357 63.21%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular