વડોદરામાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 50 હજારને પાર કરી 50504, મૃત્યુઆંક 447 અને કુલ 40644 દર્દી રિકવર

0
3

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 989 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 50,504 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 12 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 447 પર પહોંચ્યો છે. આજે વધુ 754 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 40,644 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9413 એક્ટિવ કેસ પૈકી 571 દર્દી ઓક્સિજન ઉપર અને 358 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 8484 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 17,408 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 50,504 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7255, પશ્ચિમ ઝોનમાં 8446, ઉત્તર ઝોનમાં 8886, દક્ષિણ ઝોનમાં 8473 વડોદરા ગ્રામ્યમાં 17,408 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ

માંજલપુર, ઇલોરાપાર્ક, પાણીગેટ, કિશનવાડી, ફતેગંજ, વાઘોડિયા રોડ, શિયાબાગ, નાગરવાડા, તાંદલજા, વાસણા રોડ, કારેલીબાગ, અકોટા, જેતલપુર, એકતાનગર, વારસીયા, ફતેપુરા, અટલાદરા, નિઝામપુરા, તરસાલી, આજવા રોડ, વાઘોડિયા રોડ, સમા, ગોત્રી, અલકાપુરી, ગોકુલનગર, મકરપુરા, માણેજા, હરણી, સોમા તળાવ, ન્યુ વીઆઇપી રોડ, સુભાનપુરા, ગોરવા, વડસર

ગ્રામ્યઃ

ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, રાણીયા, ઇટોલા, આલમગીર, મારેઠા, વરણામા, સાંકરદા, પોર, રણોલી, અભોર, જાસપુર, કંડારી, મિયાગામ, ધાયજ, ચાણસદ, લીમડા, માડોધર, વાઘોડિયા, તવરા, રવાલ, આસોજ, વેમાલી, શેરખી, કોટણા, જરોદ, થુવાવી, બીલ, ભાયલી, દશરથ, સોખડા, કેલનપુર, અહલાદપુર, અંકોડિયા, કોયલી, ઉંડેરા, વેજપુર, વરસાડા, ભાદરવા, મોક્ષી, પીલોલ, કુણપદ, બાજવા, ડબકા, ઓઝ, નંદેસરી, કરચીયા, હલદરવા, મેથી, વલણ, કોટંબી, ચીત્રાલ, ખાનપુર, અમલીયાપુરા, કારવણ, ટીંબરવા, બામણગામ, શિરોલા, કરનાળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here