વડોદરામાં કોરોના : પોઝિટિવ કેસનો કુલ આંક 43,211 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 367, કુલ 35,216 દર્દી રિકવર

0
4

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 43,211 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 367 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 35,216 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 7296 એક્ટિવ કેસ પૈકી 511 દર્દી ઓક્સિજન ઉપર અને 329 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 6456 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 13,849 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 43,211 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6364, પશ્ચિમ ઝોનમાં 7483, ઉત્તર ઝોનમાં 7944, દક્ષિણ ઝોનમાં 7535 વડોદરા ગ્રામ્યમાં 13,849 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ- નવાપુરા, છાણી, સુભાનપુરા, સનફાર્મા રોડ, સમા, કારેલીબાગ, જેતલપુર, અટલાદરા, ગોરવા, નિઝામપુરા, અક્ષરચોક, વાસણા-ભાયલી રોડ, ઓપી રોડ, કિશનવાડી, પાણીગેટ, આજવા રોડ, રાવપુરા, શિયાબાગ, રાજમહેલ રોડ, આરવી દેસાઇ રોડ, પ્રતાપનગર, વાડી, યમુનામીલ, દંતેશ્વર, તરસાલી, વડસર, માણેજા, મકરપુરા, માંજલપુર, નાગરવાડા, હરણી

ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, તલસટ, સોખડા, સેવાલી, અંકોડિયા, ભાયલી, બીલ, બાજવા, ખાનપુર, સમીયાલા, જરોદ, ઉંડેરા, પોર, વેમાલી, કરોડિયા, વાઘોડિયા, રવાલ, ઇટોલા, અનગઢ, સાંઘી, સીમલી, સાંઢાસાલ, દશરથ, ચાણોદ, માસર, પીંડપા, સમલાયા, ગરાડીયા, રણોલી, દામાપુરા, મિયાંગામ, ફરતીકુઇ, મઢેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here