વડોદરામાં કોરોના : પોઝિટિવ કેસનો કુલ આંક 62,595 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 557

0
3

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 62,595 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 557 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 52,143 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9895 એક્ટિવ કેસ પૈકી 438 દર્દી ઓક્સિજન ઉપર અને 283 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 23,388 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 62,595 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 8688, પશ્ચિમ ઝોનમાં 10,033, ઉત્તર ઝોનમાં 10,384, દક્ષિણ ઝોનમાં 10,066 વડોદરા ગ્રામ્યમાં 23,388 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ગુરૂવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ બાપોદ, અટલાદરા, જેતલપુર, ગાજરાવાડી, વાઘોડિયા રોડ, ગોત્રી, સુભાનપુરા, દિવાળીપુરા, એકતાનગર, સમા, અકોટા, પાણીગેટ, જ્યુબિલીબાગ, કપુરાઇ, તાંદલજા, કિશનવાડી, યમુનામીલ, કોઠી, દંતેશ્વર, શિયાબાગ, ગોરવા, રામદેવનગર, હરણી રોડ, સવાદ, વારસીયા, ફતેગંજ, વીઆઇપી રોડ, નવાપુરા, તરસાલી

ગ્રામ્યઃ ડભોઈ, પાદરા, કરજણ, સાવલી, ભાયલી, બીલ, માલસર, મોક્ષી, ભાદરવા, ખટંબા, ચોરંદા, કેલનપુર, ચાણોદ, સાઠોદ, જુની જીથરડી, સાધલી, ભીલાપુર, ચોકારી, કરખડી, માસર, જાસપુર, અમરાપુર, ડભાસા, એકલબારા, લુણા, વરણામા, પોર, ફાજલપુર, મંજુસર, દશરથ, સિંધરોટ, ઢોલાર, કોયલી, ઉંડેરા, દુમાડ, વિરોદ, સાંકરદા, સરોદ, રણોલી, લાલજીપુરા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here