વડોદરામાં કોરોના : પોઝિટિવ કેસનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 544

0
6

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 60,862 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 50,487 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9831 એક્ટિવ કેસ પૈકી 465 દર્દી ઓક્સિજન ઉપર અને 303 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 22,506 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 60,862 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 8530, પશ્ચિમ ઝોનમાં 9778, ઉત્તર ઝોનમાં 10,185, દક્ષિણ ઝોનમાં 9827 વડોદરા ગ્રામ્યમાં 22,506 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

મંગળવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ કારેલીબાગ, અટલાદરા, તરસાલી, પાણીગેટ, ફતેપુરા, રાજમહેલ રોડ, તાંદલજા, સુભાનપુરા, છાણી, નવાયાર્ડ, પ્રતાપનગર, દંતેશ્વર, માણેજા, વડસર, ગોરવા, કલાલી, યમુનામીલ, સોમા તળાવ, વાઘોડિયા રોડ, રાવપુરા, હરણી, કિશનવાડી, નવીધરતી, ફતેગંજ, વારસીયા, ગોત્રી, અકોટા, અલકાપુરી

ગ્રામ્યઃ ડભોઈ, પાદરા, કરજણ, સોખડા, પોર, દશરથ, લીમડા, લાલજીપુરા, ધાનોરા, સીસવા, આજોડ, અનગઢ, ગોરજ, વાઘોડિયા, પીપરીયા, કુંઢેલા, ચોરંદા, ચાણોદ, હાંડોદ, પીંગલવાડા, વલણ, સનીયાદ, જુનીજીથરડી, નંદેસરી, કારવણ, પદમલા, જરોદ, કરખડી, રવાલ, શિનોર, ઢોલાર, શેરખી, થુવાવી, પુનીયાદ, એકલબારા, ડભાસા, લુણા, મુજપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here