કોરોના વર્લ્ડ : વિશ્વભરમાં 78.59 લાખ કેસ: સાઉદી અરબમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વર્ષે હજ યાત્રા રદ્દ થઈ શકે છે

0
2

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 78 લાખ 59 હજાર 593 કેસ નોંધાયા છે. જેમાં 4 લાખ 32 હજારથી વધારે લોકોના મોત થયા છે. 40 લાખ 35 હજારથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સાઉદી અરબમાં 1 લાખ 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 932 થઈ ગયો છે. અહીં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સરકાર હજ યાત્રા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. દર વર્ષે 20 લાખ મુસ્લિમ હજ માટે અહીં આવે છે. સાઉદી સરકારે માર્ચમાં જ લોકોને અપીલ કરી હતી કે આ વર્ષે હજ યાત્રાની યોજના ન બનાવે.

અમેરિકામાં 1.17 લાખના મોત

અમેરિકામાં 21 લાખ 42 હજારથી વધારે દર્દીઓ નોંધાયા છે. 1 લાખ 17 હજાર 527 લોકોના મોત થયા છે. 8.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બેઈજિંગમાં તંત્ર એલર્ટ

ત્રણ દિવસમાં 57 નવા કેસ નોંધાયા પછી ચીનની રાજધાની બેઈજિંગમાં એકવાર ફરી કડક પ્રતિબંધ લાગુ કરાયા છે. 3 હોલસેલ માર્કેટ સંપૂર્ણ રીતે બંધ કરાયા છે. તેની સાથે જોડાયેલા 10 હજાર લોકોના ટેસ્ટ કરાય રહ્યા છે. માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ફરજીયાત કરાયો છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 2,142,224 117,527
બ્રાઝીલ 850,796 42,791
રશિયા 520,129 6,829
ભારત 321,626 9,199
બ્રિટન 294,375 41,662
સ્પેન 290,685 27,136
ઈટાલી 236,651 34,301
પેરુ 220,749 6,308
જર્મની 187,423 8,867
ઈરાન 184,955 8,730
તુર્કી 176,677 4,792
ચીલી 167,355 3,101
ફ્રાન્સ 156,813 29,398
મેક્સિકો 142,690 16,872
પાકિસ્તાન 132,405 2,551
સાઉદી અરબ 123,308 932
કેનેડા 98,410 8,107
બાંગ્લાદેશ 84,379 1,139
ચીન 83,132 4,634
કતાર 78,416 70
દ. આફ્રિકા 65,736 1,423
બેલ્જિયમ 59,918 9,650
બેલારૂસ 53,241 303
સ્વીડન 50,931 4,874
નેધરલેન્ડ 48,640 6,057