કોરોના વર્લ્ડ : વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

0
6

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 77 લાખ 32 હજાર 952 કેસ નોંધાયા છે. જેમાં 4.28 લાખ લોકોના મોત થયા છે. 39 લાખ 56 હજાર 299 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

 

 

બ્રાઝીલમાં બ્રિટન કરતા વધારે લોકોના મોત

બ્રાઝીલમાં 8 લાખ 29 હજાર 902 કેસ નોંધાયા છે અને 41 હજાર 901 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 41 હજાર 481 લોકોના મોત થયા છે અને 2 લાખ 92 હજાર 950 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોતની બાબતમાં વિશ્વમાં અમેરિકા પછી બ્રાઝીલ બીજા નંબરે આવી ગયું છે. શુક્રવારે અહીં 843 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 21 લાખ 17 હજાર કેસ

અમેરિકામાં અત્યાર સુધીમાં 21 લાખ 17 હજાર કેસ નોંધાયા છે. જેમા 1 લાખ 16 હજાર 825 લોકોના મોત થયા છે. 8.42 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકા: વિરોધ પ્રદર્શનથી સંક્રમણનું જોખમ વધ્યું

અમેરિકામાં શુક્રવારે 9618 કેસ નોંધાયા છે અને 308 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થયેલા પ્રદર્શનના કારણે  અમેરિકામાં સંક્રમણનું જોખમ વધ્યું છે. જો કે તરફથી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

અમેરિકામાં ફરી પ્રતિબંધ લાગી શકે છે

અમેરિકામાં કેસ વધતા ફરી પ્રતિબંધો લાગી શકે છે. હેલ્થ મંત્રાલયના અધિકારી જે બટલરે શુક્રવારે કહ્યું કે જો કોરોનાના કેસ આવી રીતે જ વધતા રહ્યા તો તેને રોકવા માટે એ ઉપાય કરવા પડશે જે માર્ચમાં કર્યા હતા. હજુ અમે હજું કોઈ પરીણામ ઉપર પહોંચ્યા નથી, પરંતુ વિકલ્પ ખુલા છે.

WHO: ફીડિંગથી બાળકોને જોખમ નહીં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું કે ફીડિંગથી સંક્રમણનું જોખમ નથી.એટલા માટે જે મહિલાઓ સંક્રમિત છે તેઓ બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. એટલા માટે જે માતા વધુ બીમાર ન હોય તેમનાથી બાળકોને અલગ ન કરી શકાય.

ફ્રાન્સ: યુરોપમાં પ્રવાસની મંજૂરી મળશે
ફ્રાન્સ સરકાર 15 જૂનથી અમુક યાત્રા પરથી પ્રતિબંધો હટાવશે. આ જાણકારી ગૃહ મંત્રી ક્રિસ્ટોફી કાસ્ટનરે આપી હતી. અંડોરા, આઈસલેન્ડ, મોનાકો, નોર્વે, સૈન મરીનો અને સ્વિત્ઝરલેન્ડથી લોકો અવર-જવર કરી શકશે. આ દેશમાંથી આવનારે ક્વોરન્ટિન પણ રહેવું પડશે નહીં. સ્પેન અને બ્રિટન માટે કડક પ્રતિબંધો હાલ યથાવત રહેશે. સ્પેનથી આવનાર વ્યક્તિએ 14 દિવસ ક્વોરન્ટિન રહેવું પડશે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 2,116,922 116,825
બ્રાઝીલ 829,902 41,901
રશિયા 511,423 6,715
ભારત 309,603 8,890
બ્રિટન 292,950 41,481
સ્પેન 290,289 27,136
ઈટાલી 236,305 34,223
પેરુ 220,749 6,308
જર્મની 187,251 8,863
ઈરાન 182,525 8,659
તુર્કી 175,218 4,778
ચીલી 160,846 2,870
ફ્રાન્સ 156,287 29,374
મેક્સિકો 139,196 16,448
પાકિસ્તાન 125,933 2,463
સાઉદી અરબ 119,942 893
કેનેડા 97,943 8,049
ચીન 83,075 4,634
બાંગ્લાદેશ 81,523 1,095
કતાર 76,588 70
દ. આફ્રિકા 61,927 1,354
બેલ્જિયમ 59,819 9,646
બેલારુસ 52,520 298
સ્વીડન 49,684 4,854

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here