કોરોના ઈન્ડિયા LIVE – 2.62 લાખ કેસઃ મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર, મહારાષ્ટ્રમાં 40 હજાર દર્દી તંદુરસ્ત થયા

0
11
 • પશ્ચિમ બંગાળ-મિઝોરમમાં લોકડાઉન લંબાવાયુ
 • દેશમાં અત્યાર સુધીમાં 7207 મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3060 લોકોએ જીવ ગુમાવ્યા
 • સંક્રમિતોના મામલામાં મહારાષ્ટ્રે ચીનને પાછળ છોડ્યું, 24 કલાકમાં રેકોર્ડ 10,884 દર્દીનો વધારો
 • મહારાષ્ટ્રમાં રવિવારે 15 દિવસમાં બીજી વખત રેકોર્ડ 3 હજારથી વધારે દર્દી વધી ગયા હતા
 • મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાવ અને ગળામં ઇન્ફેક્શન, આવતી કાલે કોરોના ટેસ્ટ થશે

સીએન 24,ગુજરાત

નવી દિલ્હીદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 62 હજાર 646 થઈ છે. સોમવારે મહારાષ્ટ્રમાં 2553 નવા કેસ સામે આવ્યા છે અને 109 લોકોના મોત થયા છે. હવે મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થયો છે, શહેરમાં 702 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 88 હજાર 528 દર્દી નોંધાયા છે. તેમાંથી 40હજારથી વધારે દર્દીને સારું થઈ ગયુ છે.પશ્ચિમ બંગાળ અને મિઝોરમે લોકડાઉનની મુદત 30 જૂન સુધી લંબાવી છે. બીજી બાજુ દેશના ટોપ-10 સંક્રમિત રાજ્યો પૈકી મહારાષ્ટ્ર પહેલા, તમિલનાડુ બીજા, દિલ્હી ત્રીજા, ગુજરાત ચોથા અને બિહાર દસમાં નંબર પર છે. જોકે ગુજરાતમાં મૃત્યુદર સૌથી વધારે 6.2ટકા અને બિહારમાં સૌથી ઓછો 0.6 ટકા છે.

મહારાષ્ટ્રમાં હવે ચીનથી વધારે કેસ થયા
રવિવારે દેશભરમાં વિક્રમજનક 10,884 કેસ વધ્યા હતા. મહારાષ્ટ્રમાં 3 હજાર 7 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 85 હજાર 975 થઈ છે. કોરોના કેસના આંકડાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ચીનની તુલનામાં આગળ નિકળી ગયું છે. ચીનમાં 83 હજાર 43 કેસ છે. મહારાષ્ટ્રમાં ભલે દર્દીની સંખ્યા વધી છે, પણ આંકડા દર્શાવે છે કે છેલ્લા 2 સપ્તાહમાં અહીં સંક્રમિતોની સંખ્યા વધવાનો દર ઘટ્યો છે. અહીં 17 મેથી 24 મે વચ્ચે આ દર 52 ટકા હતો, જે ગત સપ્તાહ ઘટી 27 ટકા થયો છે.

અપડેટ્સ

 • ઉત્તરાખંડમાં કોરોનાના 25 નવા કેસ નોંધાયા, કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1380 થઈ ગઈ છે.
 • આંધ્રપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાના 125 કેસ સામે આવ્યા અહીંયા કુલ 3843 કેસ થયા 
 •  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તાવ અને ગળામાં ઈન્ફેક્શન છે. તેઓ કોરોના ટેસ્ટ કરાવશે. ગઈ કાલે જ તેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હવે તેઓ પોતે ઘરમાં જ આઈસોલેટ થઈ ગયા છે. 
 • મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 85 હજાર 975 થઈ ગઈ છે, આ મામલામાં મહારાષ્ટ્ર ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે ત્યાં 83 હજાર 43 કેસ આવ્યા છે. 
 • દિલ્હીમાં PIB અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, નેશનલ મીડિયા સેન્ટર સેનેટાઈઝેશન માટે સોમવારે બંધ રહેશે. 
  ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્રની જેલોમાં બંધ 11 હજાર કેદીઓને ઇમરજન્સી પેરોલ પર છોડવાનો નિર્ણય કર્યો છે. 9671 કેદી પહેલા છોડવામા આવ્યા હતા. ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે રાજ્યની જેલોમાં 38 હજાર કેદી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા માટે તેમાંથી 20 હજાર બહાર આવ્યા છે. 
 • તમિલનાડુ દર્દીઓની સંખ્યામાં બીજા નંબરે છે. અહીંયા 31 હજારથી વધારે લોકો પોઝિટિવ મળ્યા છે. રવિવારે રેકોર્ડ 1515 દર્દી મળ્યા હતા.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ કેસ
7 જૂન 10884
6 જૂન 10428
5 જૂન 9379
4 જૂન 9847
3 જૂન 9689

તમિલનાડુના 86% દર્દીઓમાં કોરોનાના લક્ષણ નથી 
તમિલનાડુ દર્દીઓના કેસમાં બીજા નંબરે છે. અહીંયા 31 હજારથી વધારે પોઝિટિવ મળી ચુક્યા છે.એક સપ્તાહથી દરરોજ એકથી દોઢ હજાર દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. રવિવારે રેકોર્ડ 1515 દર્દી મળ્યા હતા. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે, તમિલનાડુના કુલ સંક્રમિતોમાંથી 86%માં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. 4 જૂન સુઝી 5.50 લાખ ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં દર્દીઓનો રિકવરી રેટ દેશમાં સૌથી વધારે છે અને મૃત્યુદર ઘણા દેશો કરતા ઓછો છે.

 કેરળમાં કન્વેશન સેન્ટરને હોસ્પિટલ બનાવાઈ 
લોકડાઉનમાં ઢીલ આપ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખતા કેરળના કોચ્ચિમાં તંત્રએ તૈયારી વધારી દીધી છે. શહેરમાં ઈન્ટરનેશનલ કન્વેશન એન્ડ એક્ઝિબીશન સેન્ટરને 200 બેડની ક્ષમતા વાળા કોવિડ કેર સેન્ટરમાં ફેરવી દેવાયો છે. કોચ્ચિના અંગમલીમાં આવેલી હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના હિસાબથી બેડનું અરેન્જમેન્ટ કરાયું છે. આગામી સપ્તાહથી અહીંયા દર્દીઓની સારવાર શરૂ થઈ જશે.

પાંચ રાજ્યોની સ્થિતિ 
મધ્યપ્રદેશઃ અહીંયા રવિવારે કોરોનાના 173 દર્દી મળ્યા અને 13 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 39, ઈન્દોરમાં 27, ગ્વાલિયરમાં 12, ખરગોન અને મુરૈનામાં 10-10 સંક્રમિત વધ્યા છે. રાજ્યમાં કુલ 9401 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ઉત્તરપ્રદેશઃ અહીંયા રવિવારે 433 નવા દર્દી સામે આવ્યા અને 7 લોકોએ કોરોનાના લીધે દમ તોડ્યો છે. ગાઝિયાબાદમાં 46, બુલંદશહેરમાં 37, મુઝફ્ફરનગરમાં 21, મેરઠ અને કાનપુરમાં 18-18 આગરા અને ગૌતમબુદ્ધનગરમાં 17-17 બાગપતમાં 16 અને અલીગઢમાં 15 સંક્રમિત વધ્યા. રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 536 દર્દી મળી ચુક્યા છે.

તસવીર પ્રયાગરાજની છે. અનલોકમાં -1 ધાર્મિક સ્થળ ખોલવામાં આવ્યા છે. એવામાં અહીંયા ગંગા ઘાટ પર ભક્તોની ભીડ વધવા માંડી છે.

મહારાષ્ટ્રઃ અહીંયા રવિવારે રેકોર્ડ 3007 દર્દી મળ્યા હતા. એક ટીવી પત્રકાર સહિત 91 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 3060 થઈ ગઈ છે. અત્યાર સુધી 85 હજાર 975 સંક્રમિત છે. જેમાંથી 43 હજાર 601 એક્ટિવ કેસ છે.
રાજસ્થાનઃ રાજ્યમાં રવિવારે 262 નવા કોરોના સંક્રમિત મળ્યા અને 9 લોકોના મોત થયા હતા. જોધપુરમાં 81, ભરતપુરમાં 63, જયપુરમાં 38, સીકરમાં 11, નાગોરમાં 9 અને ટોંકમાં 6 દર્દી વધ્યા આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 10 હજાર 599 પર પહોંચી ગયો છે.

બિહારઃ અહીંયા રવિવારે 239 પોઝિવિટ દર્દી સામે આવ્યા અને એકનું મોત થયું હતું. સુપૌલમાં 36, મુઝફ્ફરપુરમાં 30, પશ્વિમ ચંપારણમાં 19, સમસ્તીપુર અને મુંગરેમાં 15-15 જ્યારે સીતામઢીમાં 10 દર્દી વધ્યા હતા. રાજ્યમાં કુલ 5070 સંક્રમિત મળ્યા હતા

પટનાના કર્જી ઘાટથી અંતિમ સંસ્કાર કરીને મોટી સંખ્યામાં પાછા આવી રહેલા લોકો. ગૃહ મંત્રાલયે અંતિમ સંસ્કારમાં મહત્તમ 20 લોકોને જોડાવાની મંજૂરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here