કોરોના ઈન્ડિયા LIVE – સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, એક દિવસમાં જ સ્પેન અને બ્રિટનને પાછળ છોડ્યા; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

0
3

  • દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ 1500 દર્દી વધ્યા, રિકવરી રેટ 37.52% પર પહોંચ્યો
  • પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું
  • સંક્રમણના કેસમાં ઉત્તરપ્રદેશે રાજસ્થાનને પાછળ છોડી દીધું છે, રાજસ્થાનમાં 11600 કેસ
  • દેશમાં કોરોનાથી અત્યાર સુધી 8107 લોકોના મોત થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3438 લોકોના મોત

સીએન 24,ગુજરાત

નવી દિલ્હીદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 97 હજાર 1 થઇ ગઇ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. ગરૂવારે સંક્રમિતોની સંખ્યાના મામલે ભારતે સ્પેન (2.89 લાખ) અને બ્રિટન(2.91 લાખ)ને પાછળ છોડી દીધા હતા. હવે ભારત વિશ્વમાં ચોથા સ્થાન પર છે. ટોપ-7 સંક્રમિત દેશોમાં અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,  બ્રિટન, સ્પેન અન ઈટલી સામેલ છે. પરંતુ રિકવરી રેટમાં ભારતની સ્થિતિ અમેરિકા કરતા સારી છે. અમેરિકામાં રિકવરી રેટ 39.12 ટકા છે જ્યારે ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રિકવરી રેટ વધીને 49.21 ટકા થયો છે.

તે સિવાય બ્રાઝીલમાં રિકવરી રેટ 51.14 ટકા, રશિયામાં 51.97 ટકા અને ઈટલીમાં 72 ટકા છે. બ્રિટન અને સ્પેનની સરકારે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો જાહેર કર્યો નથી . તેના લીધે અહીં રિકવરી રેટની માહિતી ઉપલબ્ધ નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે કહ્યું કે, હવે દેશમાં સંક્રમિતો કરતા વધારે સંખ્યા સાજા થઈ રહેલા દર્દીઓની છે. છેલ્લા એક મહિનામાં રિકવરી રેટમાં 11%નો વધારો થયો છે. 11મી મેના રોજ આ ટકાવારી 38.29% હતી. આજે તે 49.21% થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં 1 લાખ 41 હજાર 129 લોકો સાજા થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સવારના આંકડાઓ પ્રમાણે, 1 લાખ 37 હજાર 448 એક્ટિવ કેસ હતા અને એક લાખ 41 હજાર 29 દર્દી સાજા થઈ ચુક્યા હતા.

આ રીતે જ્યારથી લોકડાઉન શરૂ થયું દર્દીઓની સંખ્યા પણ સતત વધતી ગઈ, પરંતુ તેની સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો હતો. લોકડાઉન-4 ખતમ થયું ત્યાં સુધી 93 હજાર 322 દર્દી સાજા થઈ ચુક્યા હતા. એટલે કે અનલોક-1માં 47707 દર્દી સાજા થયા, જે કુલ સાજા થયેલા દર્દીઓના 33% છે.

તો બીજી બાજુ covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી પ્રમાણે બુધવારે 24 કલાકમાં 11 હજાર 156થી વધારે દર્દીઓ મળ્યા હતા. સાથે જ 7 જૂને સૌથી વધારે 10 હજાર 884  કોરોના પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે તે સંક્રમિતોના મામલામાં દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે. અહીંયા ગુરુવાર સવાર સુધી 11 હજાર 610 કેસ થઈ ગયા હતા. આ સાથે જ સારા સમાચાર એ છે કે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે 6326 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી દેશમાં 1 લાખ 40 હજાર 979 સંક્રમિત સાજા થયા છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 10 હજારથી વધારે કેસ થઈ ગયા છે. તે સાતમું એવું રાજ્ય બની ગયું છે, જ્યાં હવે સૌથી વધારે કેસ થયા છે.

અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સવારે કોરોના અંગેના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે બુધવારે દેશને પહેલી વખતે એક દિવસમાં સૌથી વધારે 9996 પોઝિટિવ મળ્યા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 357 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 2 લાખ 86 હજાર 579 કેસ થઈ ચુક્યા છે. જેમાંથી 1 લાખ 37 હજાર 448 એક્ટિવ કેસ છે અને એક લાખ 41 હજાર 29 દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી 8102 લોકોના મોત થયા છે. 
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ ગુરુવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં એક લાખ 51 હજાર 808 સેમ્પલની તપાસ કરાઈ છે. આ સાથે દેશમાં 11 જૂન, સવારે 9 વાગ્યા સુધી 50 લાખ 13 હજાર 140 સેમ્પલની તપાસ કરાઈ છે. 
  • દિલ્હીમાં CRPFના ચીફ મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ મળ્યા છે. CMOને ઓખલામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની સાથે CRPFમાં સંક્રમિતોની સંખ્યા 544 થઈ ગઈ છે. જેમાંથી 353 રિકવર થઈ ગયા છે અને ચાર લોકોના મોત થયા છે.
  • તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું કે, રાજ્યમાં હાલ કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું. ઘણા જિલ્લામાં કોરોનાના કેસ પણ ઘટ્યા છે.
  • ચેન્નાઈના રોયપુરમના એક શેલ્ટર હોમમાં 35 બાળકો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર અંગે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. સાથે જ એવું પણ પુછ્યું છે કે બાળકોની સુરક્ષા માટે કેવા પગલા લેવાયા છે.

દિલ્હીનો રિકવરી રેટ સૌથી ઓછો 
દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીંયા 1501 દર્દી મળ્યા હતા. મંગળવારે 1366 દર્દી મળ્યા હતા. એટલે કે મંગળવારથી અત્યાર સુધી લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. સાથે જ દેશના સૌથી પ્રભાવિત 6 રાજ્યોમાંથી દિલ્હીનો રિકવરી રેટ 37.52% છે, જે સૌથી ઓછો છે.દેશના સૌથી વધારે પ્રભાવિત 7 રાજ્યોમાંથી દિલ્હીનો રિકવરી રેટ 37.52% છે, જે સૌથી ઓછો છે. સાથે જ રાજસ્થાનનો સૌથી સારો રિકવરી રેટ 73.78%છે.

દેશમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ 387 લોકોના મોત
દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 8,106 થઈ ગઈ છે. બુધવારે એક જ દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે 387 લોકોના મોત થયા હતા. આ પહેલા 6 જૂને સૌથી વધારે 298 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોત થયા હતા. અહીંયા મૃતકોનો આંકડો એક હજારની પાસે પહોંચ્યો છે. અહીંયા અત્યાર સુધી 984 લોકોના મોત થયા છે. સાથે જ ગઈ કાલે મહારાષ્ટ્રમાં 149 લોકોના મોત થયા હતા. અહીંયા મૃતકોની સંખ્યા હવે 3,438 થઈ ગઈ છે.

આ રાજ્યોમાં પણ મોત થયા 
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં બુધવારે કોરોનાથી લોકોના મોત થયા હતા. ગુજરાતમાં 34 સંક્રમિતોએ દમ તોડ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પહેલી વખત એક દિવસમાં 20 દર્દીઓના મોત થયા હતા. તો બીજી બાજુ તમિલનાડુમાં 19, પશ્વિમ બંગાળમાં 17, તેલંગાણામાં 8, મધ્યપ્રદેશ અને હરિયાણમાં 7-7, રાજસ્થાનમાં 04, કર્ણાટક, જમ્મુ-કાશ્મીરમાં 3-3, ઉત્તરાખંડમાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ અને હિમાચલપ્રદેશમાં 1-1ના મોત થયા હતા.

રાજ્યોની સ્થિતિ 
મધ્યપ્રદેશઃરાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારથી વધારે થઈ ગઈ છે. બુધવારે 200 દર્દી મળ્યા હતા. જેમાં ભોપાલમાં 78 કેસ સામે આવ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2005 થઈ ગઈ હતી. તો બીજી બાજુ ઈન્દોરમાં 3830થી વધારે દર્દીઓ મળ્યા છે. સારા સમાચાર એ છે કે અહીંયા રિકવરી રેટ 64% સુધી પહોંચી ગયો છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ખુશી વ્યક્ત કરી તેમણે સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રા સાથે વાત કરી હતી.

આ તસવીર ભોપાલની છે. અહીંયા બુધવારે હાયર સેકન્ડરીની પરીક્ષા લેવાઈ હતી. તમામ વિદ્યાર્થીઓનું પરીક્ષા ખંડમાં એન્ટ્રી પહેલા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. દરેકને ફરજીયાત માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,610 થઈ ગઈ છે. અહીંયા બુધવારે 275 કોરોના પોઝિટિવ મળ્યા હતા. બુધવારે જૌનપુરમાં 24 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 352 થઈ ગઈ હતી. કાનપુરમાં સતત વધી રહેલા કેસના કારણે ધાર્મિક સ્થળોને 30 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં બુધવારે 3254 નવા કોરોના દર્દી મળ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 94,041 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં 149 કોરોના દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ મૃતકોનો આંકડો 3438 થઈ ગયો છે.

આ તસવીર મુંબઈની દાદર ચોપાટીની છે. આ બીચને બુધવારે ખાલી કરી દેવાયો હતો.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુવારે 355 કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમાંથી 40 જયપુરમાં, 34 ભરતપુરમાં, પાલી અને સીકરમાં 11-11, ઝૂંઝૂનૂમાં 09, નાગૌરમાં 05, કોટામાં 3 અને અલવરમાં 2 સંક્રમિત મળ્યા હતા. રાજસ્થાન સરકારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પોતાના રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે. માત્ર એવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે, જેમની પાસે પાસ હશે.

બિહારઃ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, બુધવારે 243 કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 5698 થઈ ગઈ હતી. મંગળવારે બે કોરોના દર્દીઓના મોત થયા હતા. જેમાંથી એક ઔરંગાબાદના એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે.