Tuesday, October 26, 2021
Homeકોરોના ઈન્ડિયા કુલ કેસ 59.90 લાખ : રાહતની વાત છે કે 9...
Array

કોરોના ઈન્ડિયા કુલ કેસ 59.90 લાખ : રાહતની વાત છે કે 9 દિવસમાં 8 વખત નવા દર્દીઓથી વધુ સાજા થયા, ટેસ્ટિંગ વધ્યું, પણ એક્ટિવ કેસ ઘટ્યા.

દેશમાં કોરોનાના આંકડમાં હવે થોડોક ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા નવ દિવસમાં આઠ વખત એવું બન્યું છે,જ્યારે નવા સંક્રમિતોથી વધુ દર્દી સાજા થયા છે. આ દરમિયાન માત્ર ગુરુવારે નવા સંક્રમિતોની સંખ્યા સાજા થનારા કરતા વધુ રહી હતી. છેલ્લા પાંચમાંથી ત્રણ દિવસ ટેસ્ટિંગ 11 લાખથી વધુ થયા છે, પરંતુ સંક્રમિતોનો આંકડો 90 હજારથી ઓછો જ રહ્યો છે.

શનિવારે 88 હજાર 759 સંક્રમિતોની ઓળખ કરાઈ છે, જ્યારે 92 હજાર 359 લોકો સાજા થઈ ગયા છે. 1124 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 59.90 લાખ કેસ આવી ચુક્યા છે. 49.38 લાખ લોકો સાજા થઈ ચુક્યા છે. 94 હજાર 534 લોકોના મોત થયા છે, જ્યારે 9 લાખ 56 હજાર 511 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની દુબઈ ઓફિસમાં એક સાથે ઘણા કર્મચારીઓ પોઝિટીવ મળી આવ્યા છે. આ તમામને ક્વોરન્ટિન કરી દેવાયા છે. આનાથી દુબઈમાં ICC એકેડમીમાં પ્રેક્ટિસ કરતી IPLની ટીમો પર અસર પડી શકે છે.
  • પશ્વિમ બંગાળમાં 1 ઓક્ટોબરથી સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ટ્વિટમાં કહ્યું કે, જતરાસ,પ્લે, ઓએટી, સિનેમા, મ્યુઝિકલ અને ડાન્સ કાર્યક્રમ અને મેજિક શોને 1 ઓક્ટોબરથી 50 અથવા તેનાથી ઓછા લોકો સાથે ખોલવાની મંજૂરી હશે.
  • સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં હવે 110 કંપનીઓ PPE કીટ બનાવી રહી છે. દરરોજ પાંચ લાખથી વધુ PPE કીટ બનાવવામાં આવી રહી છે.
  • ઓરિસ્સાના બારગઢ જિલ્લામાં કોરોનાની નકલી વેક્સિન બનાવનાર વ્યક્તિને ઝડપી લેવાયો છે. આરોપી પ્રહ્લાદ બિસી(32)એ માત્ર 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
  • દુનિયામાં કોરોનાથી જીવ ગુમાવનારની સંખ્યા 9.90 લાખથી વધુ થઈ ગઈ છે.
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી. તે હાલ ઉત્તરાખંડની યાત્રા પર છે.
  • દેશમાં અત્યાર સુધી 7 કરોડ 12 લાખથી વધુ લોકોની તપાસ થઈ ચુકી છે.જેમાં 8.33% લોકો સંક્રમિત થયા છે. દર 10 લાખની વસ્તીમાં 50 હજાર 803 લોકોની તપાસ ચાલી રહી છે. જેમાં 4200 લોકો પોઝિટીવ નોંધાયા છે.

સિરમ ઈન્સ્ટીટ્યૂટનો સરકારને સવાલ

  • સિરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કોરોના વેક્સીનને લઈ શનિવારે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે શુ કેન્દ્ર સરકાર પાસે કોવિડ-19 વેક્સીન ખરીદવા અને વિતરણ કરવા માટે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે છે?
  • પૂનાવાલાએ લખ્યુ- આ પ્રશ્ન એટલા માટે કારણ કે ભારતમાં સૌને માટે વેક્સીન ખરીદવા તથા તેનું વિતરણ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે આટલી રકમની જરૂર પડશે. પૂનાવાલાએ PMOને ટેગ કર્યું અને લખ્યું આ એક મોટો પડકાર છે, જેનો સામનો કરવો પડશે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના ઘરે કોરોનાએ એન્ટ્રી કરી છે.શનિવારે તેમના દીકરા સુકર્ણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ગૃહમંત્રી ગત દિવસોમાં માસ્ક ન પહેરવાના પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા. આગામી દિવસે તેમને તેમના નિવેદન અંગે માફી માંગી હતી. ત્યારપછી એ જ દિવસે સાંજે ગ્વાલિયર અને ચંબલની મુલાકાત પર તેઓ ફરી માસ્ક વગર જોવા મળ્યા હતા.

રાજસ્થાન

શનિવારે કોરોનાના 2045 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા.ત્યારપછી રાજ્યમાં કુલ પોઝિટીવનો આંકડો 1 લાખ 26 હજાર 775 થઈ ગયો છે. સાથે જ 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1426 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 30.24 લાખથી વધુ સેમ્પલ તપાસવમાં આવ્યા છે. 1 લાખ 59 હજાર 94 લોકો રિકવર પણ થયા છે.

બિહાર

શનિવારે 1457 નવા દર્દી નોંધાયા. 1622 સાજા થઈ ગયા. જ્યારે પાંચ સંક્રમિતોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 77 હજાર 355 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે. જેમાં 1 લાખ 63 હજાર 132 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 13 હજાર 336 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. 886 સંક્રમિતોના મોત થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્ર

શનિવારે 20 હજાર 419 નવા દર્દી નોંધાયા હતા. 23 હજાર 644 સંક્રમિત સાજા થઈ ગયા હતા. 430 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણના 13 લાખ 21 હજાર 176 કેસ નોંધાયા છે. જેમાંથી 10 લાખ 16 હજાર 450 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 2 લાખ 69 હજાર 119ની હાલ સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 35 હજાર 191 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ

શનિવારે 4412 સંક્રમિતોની ઓળખ કરવામાં આવી હતી. રાહતની વાત તો એ છે કે રાજ્યમાં સતત નવા સંક્રમિતોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. શનિવારે અહીંયા 6546 દર્દી સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 83.64% થઈ ગયો છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 57 હજાર 86 થઈ ગઈ છે. જેમાંથી 29 હજાર 266 દર્દી હોમ આઈસોલેશનમાં છે. સાથે જ 2629 દર્દી પ્રાઈવેટ તથા 145 દર્દી સેમી પેડ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments