કોરોના વિદેશમાં 5.89 કરોડથી વધુ સંક્રમિત : WHOએ કહ્યું- યુરોપમાં સંક્રમણની ત્રીજી લહેર આવવાની દહેશત, યુરોપિયન દેશોની તૈયારી પૂરતી નથી.

0
13

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ યુરોપમાં વર્ષ 2021ની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરી છે. WHOના વિશેષ અધિકારી ડેવિડ નબારોએ કહ્યું છે કે ગરમીની સિઝન દરમિયાન યુરોપના દેશોએ આવશ્યક વ્યવસ્થા ઉભી કરી નથી. કોવિડની પહેલી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ આ દિશામાં કામ થવું જરૂરી હતું.

દુનિયાભરમાં અત્યારસુધીમાં 5.89 કરોડથી વધુ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 4.07 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13.93 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હવે 1.68 કરોડ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ, આ આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે. વેક્સિનની રાહ જોઈ રહેલા દુનિયાના દેશ માટે સારા સમાચાર છે. અમેરિકા, જર્મની અને બ્રિટનમાં વેક્સિન ઝડપથી આવવાની છે. આ દેશોના જણાવ્યા પ્રમાણે, વેક્સિનેશન ડિસેમ્બરમાં સત્તાવાર રીતે શરૂ કરી દેવાશે.

જર્મનીના હેલ્થ મિનિસ્ટરે પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે અને તેમના દેશમાં ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઈ જશે.

અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન

સંક્રમણ અને મોતના કેસમાં અમેરિકા પહેલા સ્થાન પર છે. અહીંના લોકો અને જો બાઈડનની આવનારી નવી સરકાર માટે એક સારા સમાચાર છે. યુએસ કોવિડ-19 વેક્સિન ટાસ્ક હેડ મોન્સેફ સલોઈએ CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમેરિકામાં પહેલી વ્યક્તિને વેક્સિન 11 ડિસેમ્બરે આપવામાં આવશે. અમારો પ્રયાસ છે કે જેવી જ FDA વેક્સિનને મંજૂરી આપે છે, એવું જ અમે તેને લગાવવાનું કામ શરૂ કરી દઈશું, જેના માટે તમામ તૈયારીઓ પહેલી પૂરી કરી દેવાઈ છે. મને આશા છે કે 11 અથવા 12 ડિસેમ્બર સુધી અમને મંજૂરી મળી જશે. રાજ્યોએ પણ આના માટે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.

અમેરિકામાં 10 ડિસેમ્બરના રોજ FDAની મહત્ત્વની મીટિંગ યોજાવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે આ એજન્સી વેક્સિનને મંજૂરી આપી દેશે.

સ્પેન જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરશે

સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં વેક્સિનેશનનું કામ જાન્યુઆરીમાં શરૂ કરી દેવાશે. સાંચેઝે કહ્યું, અમે અમારી તરફથી તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. અમે એ માનીને ચાલી રહ્યા છીએ કે દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થઈ જશે અને ત્રણ મહિનામાં આખાય દેશને આના ડોઝ આપી દેવાશે. સ્પેન અને જર્મની યુરોપનો પહેલો એવો દેશ હશે, જ્યાં કમ્પ્લિટ વેક્સિનેશન થશે. દેશમાં કુલ 13 હજાર વેક્સિનેશન પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે.

સલાહ માનવા તૈયાર નથી અમેરિકા

અમેરિકન સરકારે લોકોને અપીલ કરી હતી કે થેંક્સગિવિંગ સપ્તાહમાં ટ્રાવેલિંગ કરવાથી બચો, પણ સરકારની અપીલની કોઈ અસર જોવા નથી મળી. CNNના જણાવ્યા પ્રમાણે, લાખો લોકો લોન્ગ ડ્રાઈવ પર જવાની તૈયારી કરી ચૂક્યા છે. આનાથી વાઈરસ ઝડપથી ફેલાઈ શકે છે. આ ઉપરાંત અન્ય એક જોખમ હોસ્પિટલમાં બેડની અછતનું છે. અહીં પહેલાં જ સ્થિતિ કાબૂબહાર જઈ રહી છે.

ઈરાનમાં સ્થિતિ બેકાબૂ

ઈરાનમાં રવિવારે 13 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આનાથી પણ વધુ હેરાન કરનારી વાત એ છે કે આ દરમિયાન 475 લોકોનાં મોત થઈ ગયાં હતાં. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં આ આંકડાઓની પુષ્ટિ કરી છે. સરકારનું કહેવું છે કે તેમણે તેમની તરફથી કડક ઉપાય કર્યા છે, પણ લોકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે. બીજી બાજુ, ઈરાન સરકાર અમુક દેશોમાંથી વેક્સિન મેળવવા માટે સંપર્ક કરી રહી છે. ગત દિવસોમાં સમાચાર મળ્યા હતા કે ઈરાન સરકારના અધિકારીઓએ ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાંથી વેક્સિન ખરીદવા અંગે વાતચીત કરી હતી. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

નાનકડા દેશ મેક્સિકોમાં એક દિવસમાં 719એ દમ તોડ્યો

લેટિન અમેરિકન દેશ મેક્સિકોમાં મૃતકોનો આંકડો એક લાખ થઈ ગયો છે. શનિવારે દેશમાં કુલ 719 સંક્રમિતોએ દમ તોડ્યો છે. દેશમાં હાલ લગભગ એક લાખ 26 હજાર સંક્રમિત છે. સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સંક્રમિતોની વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધુ હોઈ શકે છે, કારણ કે દૂર દૂરના વિસ્તારમાં હજુ પણ ટેસ્ટિંગ અને અન્ય સુવિધાઓ નથી.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 12,587,627 262,694 7,452,538
ભારત 9,140,312 133,773 8,561,444
બ્રાઝિલ 6,071,401 169,197 5,432,505
ફ્રાન્સ 2,140,208 48,732 149,521
રશિયા 2,089,329 36,179 1,595,443
સ્પેન 1,589,219 42,619 ઉપલબ્ધ નથી
યૂકે 1,512,045 55,024 ઉપલબ્ધ નથી
ઈટાલી 1,380,531 49,261 539,524
આર્જેન્ટીના 1,366,182 36,902 1,187,053
કોલમ્બિયા 1,240,493 35,104 1,144,923

આંકડા www.worldometers.info/coronavirus વેબસાઈટ પ્રમાણે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here