કોરોના સંક્રમણના કેસઃ વિતેલા 4 દિવસમાં વિશ્વસ્તરે સૌથી વધુ કેસ ભારતમાં: WHO રિપોર્ટ

0
4

નવી દિલ્હી

ભારતમાં દૈનિક સ્તરે સામે આવી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોનો આંકડો હવે વિશ્વસ્તરે પણ રેકોર્ડ તોડી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનની એક રિપોર્ટ મુજબ વિતેલા ચાર દિવસ 4થી 7 ઓગસ્ટ દરમિયાન સંક્રમણના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

 

WHOએ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વિશ્વસ્તરે સામે આવેલા કોરોના સંક્રમણના નવા કેસો પર રિપોર્ટ જાહેર કર્યો હતો જે મુજબ 1લી ઓગસ્ટે અમેરિકામાં કોરોના સંક્રમણના 67,823 નવા કેસ, બ્રાઝિલમાં 57,837 નવા કેસ અને ભારતમાં 57,118 નવા કેસ સામે આવ્યા હતા. બે ઓગસ્ટના રોજ આંકડાઓ અનુક્રમે 67,499, 52,383 અને 54,735 જ્યારે 3જી ઓગસ્ટે 58,388, 45,392 અને 52,972 નવા કેસ સામે આવ્યા હતા.

પરંતુ 4 ઓગસ્ટથી ભારત (52,050 નવા કેસ)ની સરખામણીએ અમેરિકા (47,183) અને બ્રાઝિલ (25,800) નવા કેસ સામે આવ્યા હતા. 5 ઓગસ્ટે અમેરિકામાં 49,151 નવા કેસ, બ્રાઝિલમાં 16,641 નવા કેસ જ્યારે ભારતમાં 52,509 નવા કેસ સાથે સંક્રમણનું પ્રમાણ વિતેલા દિવસો સમાન રહ્યુ હતું. આ દરમિયાન 7 ઓગસ્ટે અમેરિકામાં 53,373નવા કેસ, બ્રાઝિલમાં 57,152 નવા કેસ જ્યારે ભારતમાં રેકોર્ડ બ્રેક 62,538 નવા કેસ સામે આવ્યા હતા.

જોકે ભારતીય સ્વાસ્થ વિભાગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 20,88,611 થયો હતો. વિતેલા 24 કલાકમાં સંક્રમણના 61 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા, જે દરમિયાન 933 દર્દીઓના મોત થયા હતા.