કોરોના કહેર:ગાંધીનગર જિલ્લાના 4 સહિત કુલ 6 દર્દીનાં મોત

0
8

જિલ્લામાં વધુ 56 વ્યક્તિઓ સંક્રમિત થતા કુલ આંકડો 6773 થયો છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિમાંથી છ વર્ષના બાળકથી 83 વર્ષીયના વૃદ્ધ સહિત સપડાયા છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ અને મનપા વિસ્તારમાં પુરુષ દર્દીઓનું પ્રમાણ વધારે રહ્યું છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કુલ 6 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધો છે. તેમાં જિલ્લાના 4 દર્દીઓમાંથી 3 મહિલાઓમાં વલાદની 85 વર્ષીય, રાયસણની 78 વર્ષીય અને અનોડિયાની 46 વર્ષીય ગૃહિણી જ્યારે કલોલના 65 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આથી અત્યાર સુધી જિલ્લાની 528 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કોરોનાની સારવારને અંતે 43 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહેતા કોરોનામુક્તનો આંકડો 5633એ પહોંચ્યો છે. કોરોનાથી સંક્રમિત થનાર વ્યક્તિઓમાં શિક્ષક, વિદ્યાર્થી, બેન્ક ક્લાર્ક, જીમ ટ્રેનર, કોન્સ્ટેબલ, એડવોકેટ, સ્ટાફ નર્સ, હેલ્થ વર્કર, પોલીસ જવાન, વેપારી, ગૃહિણી, ખેડુત સહિતનો સમાવેશ થાય છે.

મનપાના 12 વિસ્તારની 21 વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં
મનપા વિસ્તારમાંથી નવા 21 કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર-27માંથી 43 વર્ષીય ડોગ સ્ક્વોડના કોન્સ્ટેબલ, 79 વર્ષીય ગૃહિણી, સેક્ટર-6માંથી 70 વર્ષીય વૃદ્ધ, 45 વર્ષીય ગૃહિણી, 31 વર્ષીય શિક્ષિકા, સેક્ટર-3માંથી 24 વર્ષીય બેન્ક ક્લાર્ક, 33 વર્ષીય વેપારી, સેક્ટર-29માંથી 70 વર્ષીય વૃદ્ધ, 50 વર્ષીય એડવોકેટ, સેક્ટર-21ના 31 વર્ષીય હેલ્થ વર્કર, સેક્ટર-2માંથી 67 વર્ષીય ગૃહિણી, 73 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-30ના 42 વર્ષીય એસઆરપી પોલીસ જવાન, સેક્ટર-12ની 29 વર્ષીય સ્ટાફ નર્સ, સેક્ટર-13ની 45 વર્ષીય મહિલા, સેક્ટર-17નો 34 વર્ષીય યુવાન, સેક્ટર-5ના 77 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26માંથી 73 વર્ષીય વૃદ્ધ, 48 વર્ષીય ગૃહિણી, સેક્ટર-16નો 30 વર્ષીય જીમ ટ્રેનર, સેક્ટર-25ની 62 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. કોરોનાગ્રસ્તના સંપર્કવાળી 55 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે.

ગાંધીનગર તાલુકામાંથી કુલ 17 કેસ નોંધાયા
ગાંધીનગર તાલુકામાંથી નવા 17 કેસમાં અડાલજમાંથી 23 વર્ષીય વેપારી, 30 વર્ષીય યુવાન, 65 વર્ષીય, 48 વર્ષીય, 26 વર્ષીય ગૃહિણીઓ, 26 વર્ષીય વિદ્યાર્થી, કુડાસણમાંથી 42 વર્ષીય, 80 વર્ષીય, 56 વર્ષીય, 58 વર્ષીય ગૃહિણીઓ, 6 વર્ષીય વિદ્યાર્થી, 61 વર્ષીય વૃદ્ધ, 83 વર્ષીય વૃદ્ધ, રાયસણની 23 વર્ષીય ગૃહિણી, લવારપુરની 48 વર્ષીય ગૃહિણી, વાવોલમાંથી 50 વર્ષીય ગૃહિણી અને 36 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે.

કલોલ-9, દહેગામ-5, માણસામાંથી 4 નવા કેસ
કલોલ તાલુકામાંથી નવા 9 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 21 વર્ષીય વિદ્યાર્થી, 40 વર્ષીય, 29 વર્ષીય, 48 વર્ષીય ગૃહિણીઓ, 54 વર્ષીય વેપારી, 37 વર્ષીય યુવાન, સઇજના 65 વર્ષીય વેપારી, નાંદોલીની 23 વર્ષીય વિદ્યાર્થીની, છત્રાલની 35 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે. જ્યારે માણસા તાલુકામાંથી નવા 4 કેસમાંથી નગરપાલિકા વિસ્તારમાંથી 16 વર્ષીય, 12 વર્ષીય અને 15 વર્ષીય વિદ્યાર્થીઓ, મહુડીની 65 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. ઉપરાંત દહેગામ તાલુકામાંથી નગરપાલિકા વિસ્તારમાંથી 45 વર્ષીય ખેડુત, બારીયાની 27 વર્ષીય ગૃહિણી, દેવકરણના મુવાડાના 65 વર્ષીય વૃદ્ધ, પન્નાના મુવાડાના 55 વર્ષીય ખેડુત, નાંદોલના 26 વર્ષીય વેપારી કોરોનામાં સપડાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here