Saturday, September 18, 2021
Homeકોરોના : કેરાલામાં નોંધાઈ રહ્યા છે દેશના 50 ટકા કેસ
Array

કોરોના : કેરાલામાં નોંધાઈ રહ્યા છે દેશના 50 ટકા કેસ

કેરાલામાં સતત વધી રહેલા કોરોનાના કેસોના કારણે આખા દેશમાં ચિંતાનો માહોલ છે. કોરોનાની ત્રીજી લહેર માટે કોરોના રાજ્ય જવાબદાર ના બને તેવી ચિંતા સરકારને સતાવી રહી છે.

એ પછી કેન્દ્ર સરકારે 6 સભ્યોની એક ટીમને કેરાલા મોકલવાનુ નક્કી કર્યુ છે. દરમિયાન કેરાલામાં 31 જુલાઈ અને એક ઓગસ્ટ એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર 6 સભ્યોની એક ટીમ કેરાલા મોકલી રહી છે. કેરાલામાં હજી પણ મોટી સંખ્યામાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ટીમ રાજ્યમાં કોરોનાને રોકવા માટેના પ્રયાસોમાં સહાયતા કરશે. રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મળીને કામ કરશે.

ઉલ્લેખનીય છે કે કેરાલામાં રોજના 17000 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના જે કેસ હાલમાં નોંધાઈ રહ્યુ છે તે પૈકીના 50 ટકા કેસ કેરાલાના છે. હાલમાં દેશમાં 1.54 લાખ એક્ટિવ કેસ છે. જેમાં 37 ટકા કેસ કેરાલાના છે.રાજ્યમાં સંક્રમણનો રેટ પણ 12 ટકા જેટલો છે.

કેરાલા સરકારે તાજેતરમાં ઈદની ઉજવણી નિમિત્તે પ્રતિબંધ હળવા કર્યા હતા અને એ પછી અચાનક જ કોરોનાના કેસ વધી ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments