અમદાવાદ : શહેરમાં કોરોનાથી દર 24 કલાકે 20થી 30ના મોત થાય છે, કુલ પોઝિટિવ કેસનો આંકડો 8420ને પાર, એક્ટિવ કેસ 5236

0
0

અમદાવાદ. રાજ્યભરમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતી વધારે ખરાબ છે. અમદાવાદમાં દરરોજ 250થી વધુ પોઝિટિવ કેસો નોંધાય છે. ગઈકાલે 24 કલાકમાં એટલે કે, 16મેની સાંજથી 17 મેની સાંજ સુધીમાં કોરોનાના વધુ 276 કેસ નોંધાયા છે અને 31ના મોત થયા છે. જ્યારે 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 8420, કુલ મૃત્યુઆંક 524 અને કુલ 2660 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ શહેરમાં કોરોનાના 5236 એક્ટિવ કેસ છે. શહેરમાં કોરોનાના કારણે છેલ્લા એક અઠવાડિયાથી દર 24 કલાકમાં 20થી 30 લોકોના દર્દીઓના મોત થાય છે. ઘણીવાર મોતનો આંકડો 30ને પણ પાર થઈ જાય છે.

દૂરદર્શનના અમદાવાદ ક્લાર્કનું કોરોનાના કારણે મોત

અમદાવાદ દૂરદર્શનના ક્લાર્કનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. 30 વર્ષથી કે. ટી. સોલંકી દૂરદર્શનમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. 4મી મેથી તેમની તબિયત ખરાબ થઈ હતી. 13મી મેના રોજ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે નરોડા ખાતે આવેલી GCS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમણે કોરોના વાયરસનો હિંમતથી સામનો કરવાની અપીલ કરતો સેલ્ફી વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. પરંતુ દાખલ થયાના 5 દિવસમાં જ કોરોના વાયરસ સામે હારી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here