Sunday, September 19, 2021
Homeબંગાળમાં કોંગ્રેસના એક ઉમેદવારનુ કોરોનાના કારણે મોત
Array

બંગાળમાં કોંગ્રેસના એક ઉમેદવારનુ કોરોનાના કારણે મોત

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં થઈ રહેલી લાખોની ભીડ વચ્ચે કોરોનાનુ સંક્રમણ યથાવત છે અને હવે રાજકીય પક્ષો સુધી તેનો વ્યાપ પહોંચી ગયો છે.

બંગાળમાં કોંગ્રેસના એક ઉમેદવારનુ કોરોનાના કારણે મોત થયુ છે. મુર્શિદાબાદની સમશેરગંજ વિધાનસભા બેઠકના ઉમેદવાર રિજાઉલ હકને કોરોનાન સંક્રમણ લાગ્યા બાદ કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ આજે મોત થયુ હતુ. બંગાળ પ્રદેશ કોંગ્રેસે આ બાબતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.

કોંગ્રેસે કહ્યુ હતુ કે, અમે જે હકીકતનો સામનો કરી રહ્યા છે તે સમજવાની જરુર છે. અમારા સમશેરગંજ બેઠકના ઉમેદાવરનુ કોરોનાના કારણે નિધન થયુ છે. આ વર્ષે જીવતા બચવુ બહુ જરુરી છે.

કોંગ્રેસ ઉમેદવારનુ મોત એવા સમયે થયુ છે જ્યારે રાજ્યમાં ચાર તબક્કાની ચૂંટણી બાકી છે. બીજી તરફ બંગાળમાં પણ કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5800 જેટલા નવા દર્દીઓ સામે આવી ચુક્યા છે અને 24 લોકોના મોત થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments