રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાયરસના સંક્રમણની સંખ્યા 44 હજારની નજીક પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 2071 લોકોના મૃત્યુ પણ થયા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી.
પત્રકારો સાથે વાત કરતા નીતિન પટેલે કહ્યુ કે, રાજ્ય સરકાર પ્રજાને સંક્રમણથી બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જે લોકો સંક્રમિત થાય તેને સારી સારવાર મળે તે દિશામાં કામગીરી કરી રહી છે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનો મૃત્યુ દર માર્ચ એપ્રિલમાં 6.5 ટકા હતો જે આજની તારીખમાં 1.5 ટકા જેટલો જ રહ્યો છે. તેમણે જણાવ્યું ‘એક સમયે રાજ્યનો મૃત્યુ દર માર્ચ અને એપ્રિલમાં 6.5 ટકા મૃત્યુદર હતો. જોકે, જુલાઈમાં તેમાં ઘટાડો થયો છે. અને હાલમાં મૃત્યુદર 1.5 થયો છે. એક સમય એવો હતો કે કપરો સમય હતો. દવા, આરોગ્ય, અને નર્સિંગનો સ્ટાફ વ્યસ્ત હતો. ત્યારે દરરોજ કોરોનાના કારણે રોજ 50 નાગરિકોના અવસાન થતા હતા.
વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, 10377 પથારીઓ ઓક્સિજન સાથે વ્યવસ્થા કરાઈ છે. રાજ્યમાં હાલ કોરોના માટે 3644 કન્ટેન્ટમેન્ટ ઝોન છે, તથા 3250 જેટલા આઈસીયુ બેડ છે. જ્યારે 2231 જેટલા વેન્ટીલેટરની વ્યવસ્થા કરાઈ છે.