એકતાનું ઉદાહરણ : કોરોનાથી ઉદ્યોગજગતમાં સ્પર્ધાત્મક અંતર ઘટ્યું, ઉદ્યોગકારો વચ્ચે સાથે મળીને સમસ્યાનું સમાધાન શોધવાના પ્રયત્નો વધ્યા

0
9

રાજકોટ. કોરોનાથી બચવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે, પરંતુ ઉદ્યોગજગતમાં પરિસ્થિતિ અલગ જોવા મળે છે. કોરોના પછી વેપાર ઉદ્યોગમાં રહેલું સ્પર્ધાત્મક અંતર ભુલાયું છે. જેથી ઉદ્યોગકારો એકબીજાની વધુ નજીક આવ્યા છે. કોરોના પહેલા ઉદ્યોગકારો વચ્ચે સમસ્યા અંગે વાતચીત થતી હતી, પણ લોકડાઉનમાં બધાની પરિસ્થિતિ સરખી બનતા કોઇની સમસ્યા અાવે તો તેના સમાધાન માટેના પ્રયત્નો કરવામાં આવે છે. અને એકબીજાની મદદ કરી રહ્યા છે.

પરપ્રાંતિયોને પાછા બોલાવવા માગ

દિલ્હી, મુંબઈ જેવા મહાનગરો કે જેમનું ઔદ્યોગિક કનેક્શન સૌરાષ્ટ્ર સાથે છે. ત્યાં હજુ પૂરતી છૂટછાટ નહીં મળતા સ્થાનિક કક્ષાએ દરેકના ઔદ્યોગિક એકમો રાબેતા મુજબ શરૂ નથી થયા. નવા ઓર્ડર પહેલાની સરખામણીએ ઓછા કન્ફર્મ થાય છે. ઉદ્યોગકારોએ માર્ચના પેન્ડિંગ ઓર્ડર પૂરા કરી લીધા છે. નવું કામ શરૂ કરવા માટે સૌથી મોટો પ્રશ્ન મજૂરોનો સતાવી રહ્યો છે. રાજકોટમાં અંદાજિત 2 લાખથી વધુ મજૂરો પરપ્રાંતીયો છે. આ મજૂરોને પાછા બોલાવવા માટે ખાસ ટ્રેન શરૂ કરવી જોઇએ તેવી માગણી ઉદ્યોગકારોમાં ઊઠી છે.

સામૂહિક પ્રયત્નોથી સમસ્યાનું સમાધાન મળતું થયું

લોકડાઉન પહેલા એકબીજાને જાહેર કાર્યક્રમ કે મિટિંગ સમયે જ મળી શકતા. જ્યાં ઉદ્યોગજગતમાં ચાલતા ટ્રેન્ડ વિશે વાતચીત થતી. ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજૂરી માટે બધા ઔદ્યોગિક એસોસિએશનને જવાબદારી સોંપાઈ. સમસ્યા બધાને મજૂરો માટેની જ હતી તેને કારણે બધાએ સામૂહિક પ્રયત્નો શરૂ કર્યા અને સમાધાન મળતું ગયું. – નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ આજી જીઆઈડીસી.

મજૂરો નહીં હોવાથી આ રીતે કામ ચલાવી રહ્યા છે

મજૂરોના અભાવથી જે કામગીરી 2 દિવસે થતી હતી તે અત્યારે 10 દિવસે થાય છે. મારે કુલ બે ફેક્ટરી છે. જેમાં એક ફેક્ટરીમાં મજૂરોના અભાવે કામ થતું નથી.એક ફેક્ટરીમાં 25 મજૂર છે. અન્ય કારખાનેદાર પાસે પણ મારા મજૂરો મોકલી દઉ છું. જેથી તેઓને રોજીરોટી મળે. – બ્રિજેશ દુધાગરા, ઉપપ્રમુખ રાજકોટ એન્જિનિયરિંગ એસો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here