સુરતમાં કોરોનાનો કહેર : કોરોનાની બીજી લહેરમાં સુરતના 7 સહિત રાજ્યના 31 ડોક્ટરોના મૃત્યુ

0
7

બીજી લહેરમાં સુરતના 7 સહિત રાજ્યમાં 31 તબીબે ફરજ નિભાવતા જીવ ગુમાવ્યો છે. પહેલા વેવમાં 400 અને બીજા વેવમાં 200 ડોક્ટર સંક્રમિત થયા છે. મહામારીના આ યુધ્ધની બીજી લહેરમાં સુરતના 7 સહિત રાજ્યના 31 ડોક્ટર શહીદ થયા છે. શહીદ એ માટે કારણ કે એમણે છેલ્લા શ્વાસ સુધી પોતાની ફરજ બજાવતા જીવ ગુમાવ્યો છે.

કોરોનાની પહેલી વેવમાં શહેરના 400 ડોક્ટરો સંક્રમિત અને 7 શહીદ થયા હતા. એક્ષપર્ટનું કહેવું છે કે, ડોક્ટરો કોવિડ દર્દીઓના સંપર્કમાં આવતા હોય સંક્રમિત થવાનું જોખમ વધુ રહે છે. રસીના નિશ્ચિત સમય બાદ એન્ટિબોડી ડેવલપ થતી હોય તેના પહેલા તેઓ સંક્રમિત થયા હોય તેવું બની શકે.

મૃત ખાનગી તબીબના પરિવારને સહાય આપો

ડોક્ટરો કોરોનાના દર્દીને સેવા આપતા પોતે સંક્રમિત થઈ મૃત્યુ પામે છે. ડોક્ટરો પોતે તો જોખમમાં છે જ સાથે પરિવારને પણ જોખમમાં મુકે છે. 25 થી 40 ડોક્ટરો 35 વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુ પામ્યા છે. જેથી સરકારી ડોક્ટરોની જેમ પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર કે જેઓ દર્દીની સારવાર કરતી વખતે સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને પણ સરકારી સહાય આપવી જોઈએ > ડો. ચંદ્રેશ જરદોષ, પૂર્વ સ્ટેટ પ્રમુખ, આઈએમએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here