વડોદરા- ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીના ભોજનમાંથી જીવાત નીકળતા વીડિયો વાઈરલ કર્યો, દર્દીએ કહ્યું: પાણીની સુવિધા પણ નથી, અહીં કોઇ સાંભળતુ નથી

0
9
  • હોસ્પિટલના નોડેલ અધિકારી કહે છે કે, દર્દીએ જમવામાં જીવાત હોવાનો વીડિયો મારા ધ્યાન પર આવતા તુરંત જ બીજુ ભોજન અપાયુ છે

સીએન 24,ગુજરાત

વડોદરાકોરોના વાઈરસની મહામારી દરમિયાન ગોત્રી જનરલ હોસ્પિટલ સારવાર અને સુવિધાઓને લઇ સતત વિવાદમાં રહી છે. ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીએ ભોજનમાં જીવાત હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે. ભાવિન પાટણવાડીયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં પાણીની પણ સુવિધા નથી. એતો ઠીક જે ભોજન આપવામાં આવ્યું હતું. તેમાં જીવાત નીકળતા ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ દોઢ કલાક જેટલો સમય થયો હોવા છતાં હોસ્પિટલ દ્વારા બીજી જમવાની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ દર્દીઓ સાથે સારૂ વર્તન પણ કરવામાં આવતું ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

પાદરાના કોરોના પોઝિટિવ યુવાને ભોજનમાં જીવતનો વીડિયો ઉતારીને વાઈરલ કર્યો
પાદરાનો યુવાન ભાવિન પાટણવાડીયા સેવાના કામગીરી દરમિયાન કોરોના સંક્રમિત થતાં ગોત્રી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા માટે દાખલ થયો છે. દાખલ થયેલા ભાવિન પાટણવાડીયાને હોસ્પિટલમાંથી દાળ-ભાત અને રોટલી ભોજનમાં આપવામાં આવ્યું હતું. જેમાં જીવાત નીકળતા તે ચોંકી ઉઠ્યો હતો. અને ભોજનનો વીડિયો બનાવી તેણે વાઈરલ કરતા હોસ્પિટલ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

હોસ્પિટલના નોડેલ અધિકારી કહે છે કે, દર્દીને તાત્કાલિક દર્દીને બીજુ જમવાનું, પાણીની બોટલ અને હેન્ડ સેનેટાઇઝરની સુવિધા પૂરી પાડી છે 
કોરોના સંક્રમિત ભાવિન પાટણવાડીયા દ્વારા જમવામાં જીવાત નીકળી હોવાના કરેલા આક્ષેપ અંગે હોસ્પિટલના નોડેલ અધિકારી ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી અક્ષય પાત્ર એજન્સી દ્વારા હોસ્પિટલમાં જમવાનું આપવામાં આવે છે. દર્દીએ જમવામાં જીવાત હોવાનો વાઈરલ કરેલો વીડિયો મારા ધ્યાન ઉપર આવ્યો છે. તાત્કાલિક દર્દીને બીજુ જમવાનું, પાણીની બોટલ, તેમજ હેન્ડ સેનેટાઇઝરની સુવિધા પૂરી પાડી છે. તેની માંગ પૂરી કરાતા દર્દીએ સંતોષ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત જમવાની સેવા પૂરી પાડતી એજન્સીને પણ ધ્યાન રાખવા માટે સુચના આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here