કતાર ફિફા વર્લ્ડ કપની તૈયારીઓમાં લાગેલા 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ, યુવેન્ટ્સ કલબના રુગાની અને મતુડીએ વાયરસને માત આપી

0
4

કોરોનાવાયરસ હવે કતાર ફૂટબોલ વર્લ્ડ કપ સુધી પહોંચી ગયો છે. 2022માં થનાર આ ટૂર્નામેન્ટની તૈયારીઓમાં લાગેલા 5 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બધા કર્મચારીઓ ત્રણ અલગ-અલગ સ્ટેડિયમ સાથે જોડાયેલા છે. વર્લ્ડ કપથી સંબંધિત આ કોરોનાનો પ્રથમ કેસ છે. બીજીતરફ, ઇટલીના ફૂટબોલ ક્લબ યુવેન્ટ્સના બે સ્ટાર ખેલાડી ડેનીલે રૂગાની અને બ્લેજ મતુડીએ કોરોનાને માત આપી છે. અત્યારે બંને સ્ટાર સેલ્ફ આઇસોલેશનમાં છે.

કોરોનાને કારણે જુલાઈ-ઓગસ્ટ સુધી વિશ્વની તમામ ટૂર્નામેન્ટ્સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે.

ફિફા વર્લ્ડ કપ માટે 7 નવા સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યા છે

કતાર વર્લ્ડ કપ પ્રબંધને કહ્યું, “અલ-થુમામા સ્ટેડિયમમાં સુપ્રીમ કમિટીના કોન્ટ્રાકટર તરીકે કામ કરનાર સ્ટાફના બે સદસ્ય કોરોના સંક્રમિત છે. તેમના સિવાય અન્ય ત્રણમાંથી એક અલ-રાયન સ્ટેડિયમ અને બે અલ-બયાત સ્ટેડિયમમાં કામ કરી રહ્યા છે. કતાર ફિફા વર્લ્ડ કપ માટે 7 નવા સ્ટેડિયમ બનાવી રહ્યું છે. એક તૈયાર પણ થઈ ગયું છે, જેને ઓફિશિયલી ખોલી દેવામાં આવ્યું છે.

સીરી-A લીગના 11 ખેલાડી સંક્રમિત

રુગાની ઇટલીની ફૂટબોલ લીગ સીરી-Aનો પ્રથમ ખેલાડી હતો, જે કોરોના સંક્રમિત થયો હતો. તેના પછી 15 માર્ચે જ લીગના 11 ખેલાડીઓનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ લીગમાં 20 ટીમો રમે છે. તે બાદ ડોકટરે નવી હેલ્થ એડવાઇઝરી જારી કરીને ખેલાડીઓને પ્રેક્ટિસ ન કરવા અને ઘરે રહેવાની સલાહ આપી હતી. સ્પેનની લીગ વૈલેંસિયા માટે રમતા ઇજિકવિલ ગૈરે પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આ બધા ખેલાડીઓને કવોરન્ટીન કરવામાં આવ્યા છે. યુવેન્ટ્સનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ પોતાના ઘરે કવોરન્ટીન છે. જોકે તે વાયરસથી સંક્રમિત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here