પાકિસ્તાનના PM ઈમરાન ખાન વેક્સિન લીધાના એક દિવસ બાદ કોરોના પોઝિટિવ

0
1

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કોરોના વેક્સિન લીધાના એક દિવસ બાદ શુક્રવારે કોરોના પોઝિટિવ નોંધાયા છે. ઈમરાન ખાનને ગુરૂવારે સાઈનોફાર્મ કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઘરે સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ આ અંગે જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 68 વર્ષીય પાકિસ્તાની વડાપ્રધાન પોતાની શરૂઆતની જિંદગીમાં ટોપ એથલીટ અને સ્પોર્ટ્સમેન રહી ચુક્યા છે. ઈમરાન ખાને ગુરૂવારે કોરોના વેક્સિન લીધા બાદ દેશવાસીઓને મહામારીના કેસમાં થઈ રહેલા વધારાને રોકવા નિયમોનું પાલન કરવા આગ્રહ કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘વડાપ્રધાન ઈમરાન ખાનને આજ વેક્સિન આપવામાં આવી. આ અવસરે તેમણે દેશના લોકો સમક્ષ મહામારીની ત્રીજી લહેરને અનુલક્ષીને માનક સંચાલન પ્રક્રિયાનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા આગ્રહ કર્યો.’

આ સાથે જ પાકિસ્તાનમાં કોરોના વાયરસના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત ક્ષેત્રોમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here