Monday, October 18, 2021
Homeમહેસાણા : મુંબઈથી આવેલા સતલાસણાના બે વ્યક્તિને કોરોના પોઝિટિવ, વડનગર સિવિલ હોસ્પિટલમાં...
Array

મહેસાણા : મુંબઈથી આવેલા સતલાસણાના બે વ્યક્તિને કોરોના પોઝિટિવ, વડનગર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા

મહેસાણા. આજે રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં 45નો વધારો થયો છે. કુલ કેસોનો આંકડો 617 પર પહોંચ્યો છે. તેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બે દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. મહેસાણામાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4 પર પહોંચી છે. નવા નોંધાયેલા બંને કોરોના પોઝિટિવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે. બંને 7 એપ્રિલેસ મુંબઈથી આવ્યા હતા. બંનેને હાલ વડનગર સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા છે.

બંને હોમ ક્વોરન્ટીન હતા

મુંબઈથી 7 એપ્રિલે લાશને એમ્બ્યુલન્સમાં સતલાસણાના બે વ્યક્તિ લઈને આવ્યા હતા. જેમાં સતલાસણાના જસવંતિસિંહ ઉદેસિંહ અને ધરોઈના કનકસિંહ ઈન્દ્રસિંહને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા બંને વ્યક્તિઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેને વડનગરની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને મુંબઈથી આવ્યા ત્યારના હોમ ક્વોરન્ટીન કરાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments