અમદાવાદ : SVP હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર, મોડી રાતે પરત ફર્યો

0
9
  • પોઝિટિવ દર્દી SVP હોસ્પિટલમાં બાઉન્સર તરીકે જ ફરજ બજાવે છે
  • શુક્રવારે રાતે 10 વાગ્યે દર્દી SVP હોસ્પિટલમાં B/1 વોર્ડમાંથી ફરાર થઇ ગયો હતો
  • હોસ્પિટલમાં અનેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં દર્દી ફરાર થતા હોસ્પિટલ સામે સવાલો ઉઠ્યાં

અમદાવાદની SVP હોસ્પિટલમાંથી શુક્રવારે રાતે કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો હતો. જે મોડી રાતે હોસ્પિટલમાં પરત ફર્યો છે. સૂત્રો મુજબ ફરાર દર્દી SVP હોસ્પિટલમાં બાઉન્સર છે અને ઇદ મનાવવા માટે જતો રહ્યો હતો. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા હવે પોલીસે દર્દીની ક્યાં ક્યાં ગયો અને કોને મળ્યો તેની તપાસ શરૂ કરી છે.

SVP હોસ્પિટલમાં શુક્રવારે સવારે સરખેજમાં ક્રિસ્ટીયા સોસાયટીમાં રહેતા 30 વર્ષના યુવકને કોરોનાનાં લક્ષણ જણાતાં દાખલ કરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. શુક્રવારે રાતે 10 વાગ્યે દર્દી SVP હોસ્પિટલમાં B/1 વોર્ડમાંથી ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાં અનેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં દર્દી ફરાર થઈ જતા તેની શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો ન હતો. શનિવારે બપોરે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ડોકટરે હોસ્પિટલના RMO ડો. કુલદીપને જાણ કરી હતી. તેઓએ આ મામલે 15 કલાક બાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.10 માળની SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડ અલગ છે જેમાં દર્દીઓ સાથે ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ હોય છે તો કઈ રીતે આ દર્દી વોર્ડમાંથી બહાર નીકળ્યો તેના પર સવાલ છે શું વોર્ડની બહાર સિક્યુરિટી ગાર્ડ નથી હોતા ? દર્દીઓને હરવા ફરવા દેવાય છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here