અમદાવાદ : હોટલ જીંજરના ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોના પોઝિટિવ દર્દી અને તેનો મિત્ર દારૂની બોટલ સાથે ઝડપાયો

0
3

અમદાવાદ. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજર ક્વોરન્ટીન સેન્ટરમાં કોરોનાના પોઝિટિવ દર્દી પાસેથી વસ્ત્રાપુર પોલીસે એક દારૂની બોટલ કબ્જે કરી છે. ઉપરાંત હોટલના રૂમમાં કોરોનાના દર્દી સાથે તેનો મિત્ર જે નેગેટિવ છે તે પણ મળી આવ્યો હતો. ત્યારે જીંજર હોટલ સામે સવાલ થાય છે કે ક્વોરન્ટીન સેન્ટરમાં માત્ર પોઝિટિવ દર્દી હોય તો નેગેટિવ દર્દીને કેમ પ્રવેશ આપ્યો? હોટલમાં દારૂની બોટલ મળી આવતા વસ્ત્રાપુર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

કોરોના દર્દી પાસે દારૂ ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલુ

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI વાય.બી જાડેજાએ જણાવ્યું હતું કે,હોટલ AMCનું કોવિડ સેન્ટર હાલ નથી. યુવક કોરોનાનો દર્દી હતો અને ત્યાં ક્વોરન્ટીન હતો. દારૂ પીવા ભેગા થયા હતા.

પોઝિટિવ દર્દી સાથે યુવક મળતાં પોલીસે AMCને જાણ કરી

ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાનાં દર્દી અને જે વિદેશથી અમદાવાદ આવે છે. તેવા લોકો આ હોટલમાં ક્વોરન્ટીન થાય છે અને પોઝિટિવ દર્દી સાથે એક અન્ય વ્યક્તિ મળી આવવા બાબતે પોલીસે અમને જાણ કરી છે. ઉપરી અધિકારીને જાણ કરી કાર્યવાહી કરવામાં આવશે.

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પોલીસ તપાસમાં દારૂ મળ્યો

15મી ઓગસ્ટને લઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટાફ રાતે વિસ્તારમાં આવેલી હોટલમાં ચેકિંગ કરતો હતો. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટલ જીંજરમાં રૂમો તપાસ કરતા એક રૂમમાં બે યુવક હાજર હતા અને બેડ પર દારૂની બોટલ મળી આવી હતી જેથી બંનેની પૂછપરછ કરતા જય પટેલ (ઉ.વ.24, રહે. મલ્હાર એપાર્ટમેન્ટ, બોડકદેવ) અને આકાશ પટેલ (ઉ.વ.24 રહે. સરદાર પટેલ સોસાયટી, સાણંદ) હોવાનું કહ્યું હતુ.

હોટલમાં મળવા આવ્યા કે રૂમ રાખી તેની તપાસ

જય પટેલ પોતે કોરોના પોઝિટિવ દર્દી છે અને આકાશે રિપોર્ટ કરાવ્યો છે. બંને યુવક દારૂ પીવા ભેગા થયા હતા કે કેમ અને કોરોના દર્દી હતો તો કેમ ત્યાં હોટલમાં કઈ રીતે મળવા આવ્યો. બોટલ લઈને આવ્યો હતો કે રૂમના પહેલા જ રાખી હતી તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

જીંજર હોટલ ક્વોરન્ટીન સેન્ટર સામે ઉઠતા સવાલો

હોટલ જીંજર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના પોઝિટિવ દર્દી સાથે નેગેટિવ દર્દી કેમ રહ્યો? હોટલના મેનેજર કે સંચાલકોને ધ્યાન ન રહ્યું? બોટલ પણ હોટલમાં કઈ રીતે પ્રવેશી તેના પર સવાલ છે.