રાજકોટ : ભાવનગર માં 22 વર્ષના યુવાનને અને જંગલેશ્વરમાં 25 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ

0
0
  • 79 કેસમાંથી 62 લોકો સાજા થયા અને 16 દર્દી સારવાર હેઠળ
  • રાજકોટમાં લેવાયેલા 63 સેમ્પલમાંથી એક પોઝિટિવ, 34 નેગેટિવ અને 28ના રિપોર્ટ આવવાના બાકી છે.

રાજકોટ. રાજકોટમાં આજે વધુ એખ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા આકિબભાઇ રહીમભાઇ પીપરવાડીયા નામના 25 વર્ષીય યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી છે. 79 કેસમાંછી 62 સાજા થયા છે અને 16 દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે.

અમદાવાદથી ભાવનગર આવેલા યુવાનને પોઝિટિવ રિપોર્ટ

ભાવનગરમાં ચાર દિવસના વિરામ  બાદ આજે એક પોઝિટિવ કેસ આવ્યો છે. ખેડૂતવાસ રેલવે પાટા પાસે રહેતા કિશનભાઇ દિનેશભાઇ ચૌહાણ (ઉં.વ.22) નામના યુવાન તા.20ના રોજ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. આથી તેઓમાં કોરોનાના લક્ષણો જણાતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરી તેનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લે તા.19ના રોજ પોઝિટિવ કેસ આવ્યા બાદ ચાર દિવસ કોરોનાએ વિરામ લીધો હતો અને આજે એક કેસ આવતા આંક 113 પર પહોંચ્યો છે. જેમાંથી 8ના મોત 90ને  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 15 આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here