રાજકોટ : ધોરાજીમાં એક કેસ, મુંબઇથી કેશોદ આવેલા ત્રણ વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ

0
0
  • રાજકોટમાં લેવાયેલા 31 સેમ્પલમાંથી એક પોઝિટિવ, 12 રિપોર્ટ નેગેટિવ, 18 રિપોર્ટ આવવાના બાકી
  • રાજકોટ રેલવે સ્ટેશને આજથી રિઝર્વેશન કાઉન્ટર શરૂ થશે
  • રાજકોટ ડેપોમાંથી આજથી વધુ 19 રૂટ પર બસ શરૂ થઇ

રાજકોટ જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદથી પરત ધોરાજી આવેલા 42 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી ધોરાજીમાં  પોઝિટિવ કેસની સંખ્યા 2 થઇ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 86 થઇ છે. રાજકોટ શહેરના 76 અને ગ્રામ્યના 10 મળી કુલ 86 કેસ થયા છે. રાજકોટમાં લેવાયેલા 31 સેમ્પલમાંથી એક પોઝિટિવ જે ધોરાજીમાં નોધાયો છે. 12 રિપોર્ટ નેગેટિવ અને 18 રિપોર્ટ આવવાના બાકી છે.આજે કેશોદમાં  વધુ ત્રણ કેસ નોંધાયો છે. આ ત્રણેય વ્યક્તિ 16 મેના રોજ મુંબઇના કાંદિવલીથી કોશોદ આવ્યા હતા. પરંતુ તેમનામાં કોરોના લક્ષણો દેખાતા રસેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 17 કેસ નોંધાયા છે. જેમાં 4 સાજા થઇ ગયા છે અને 13 દર્દી હજુ સારવાર હેઠળ છે.

રાજકોટ ડેપોમાંથી આજથી વધુ 19 રૂટ પર  બસ શરૂ થઇ 

બહારગામના મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ એસટી ડેપો દ્વારા આજથી વધુ 19 રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર, ભાવનગર, જૂનાગઢ જવા માટે આજથી ફ્રિક્વન્સી વધારવામાં આવશે. ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ, પડધરી સહિતના રૂટ પર વધુ બસ ફાળવવામાં આવશે.

રાજકોટ રેલવે સ્ટેશને આજથી રિઝર્વેશન કાઉન્ટર શરૂ થશે

રાજકોટ રેલવે સ્ટેશન ખાતે આજથી રિઝર્વેશન કાઉન્ટર શરૂ થશે. રોજ સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી સોશિયલ ડિસ્ટન્સ સાથે કાઉન્ટર શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા ટ્રેનોનું રિઝર્વેશન કરવાનું  જાહેર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here