અમદાવાદ શહેરમાં ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના પોઝિટીવ

0
12

અમદાવાદના વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શહેરના વેજલપુર વિધાનસભા બેઠકના ભાજપાના ધારાસભ્ય કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધારાસભ્ય કિશોર ચૌહાણ હાલ સારવાર હેઠળ છે. ધારાસભ્યના સંપર્કમાં આવેલા તમામ ને કોરેન્ટાઇન કરવામાં આવેલ છે. ધારાસભ્ય કિશોર ચૌહાણના કોરોના રિપોર્ટ થી સમર્થકોમાં ચિંતા વધી ગયેલ છે.

જણાવી દઈએ આ પહેલાં નરોડાના બીજેપી ધારાસભ્ય બલરામ થાવાણીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેમજ હવે વેજલપુરના ધારાસભ્યને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે.

શહેરના હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.બે દિવસ પહેલા તેમની તબિયત લથડતા સાથી કોર્પોરેટર મહેશ પટેલે સારવાર અર્થે SVPમાં દાખલ કરાવ્યા હતા. જ્યાં તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે સાથે આજે હાટકેશ્વર-ભાઈપુરા વોર્ડના ભાજપ પમુખ રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતા તેમની પણ તબીબોની દેખરેખમાં સારવાર ચાલુ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here