રાજકોટ : મહિલા બુટલેગર સહિત 3 અને શાપરમાં પત્રકાર પર હુમલો કરનાર પરપ્રાંતીયને કોરોના પોઝિટિવ

0
0
  • શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 83 અને ગ્રામ્યમાં 20 મળીને કુલ 103 કેસ
  • રાજકોટમાં હોટસ્પોટ જંગલેશ્વર બહાર કોરોનાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ
  • 56 સેમ્પલમાંથી ગઇકાલ આજના થઇ 6 પોઝિટિવ, 34 નેગેટિવ અને 15 રિપોર્ટ આવવાના બાકી

રાજકોટમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી રાજકોટ જિલ્લામાં સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 103 થઇ છે. આજે નોંધાયેલા ત્રણ કેસ અમીનમાર્ગ, પ્રદ્યુમનનગર અને કેવલમ સોસાયટીમાં નોંધાયા છે. રાજકોટ શહેર બાદ આજે ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે.

ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં રહેતા 18 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યમાં એક મળી કુલ કેસ 103 થયા છે. રાજકોટમાં નોંધાયેલા આજના ત્રણેય કેસ હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તાર છોડી શહેરી વિસ્તારમાં દેખા દીધા છે. આથી શહેરીજનોમાં ભયનો માહોલ છે. રાજકોટ જિલ્લાના શાપરમાં પોલીસ અને પત્રકાર પર હુમલો કરનાર એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. હુમલો કરનાર અત્યાર સુધીમાં 52 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પરપ્રાંતીય યુવાનને કોરોનાં પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પરપ્રાંતીયોએ શાપરમાં વતન જવાની જીદ પકડી રસ્તો ચક્કાજામ કર્યો હતો અને તોડફોડ કરી હતી. તેમજ એક પત્રકાર સહિત ચાર પોલીસ જવાન પર હુમલો કર્યો હતો.

પ્રદ્યુમનનગર ડી સ્ટાફના સોમ્પલ લઇ 5 દિવસ સુધી તમામને હોમ ક્વોરન્ટીન કરાયા

રાજકોટમાં ગાયકવાડી કિટીપરાની મહિલા બુટલેગરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઇકાલે પ્રદ્યુમનનગર પોલીસની ટીમે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા હતા અને મહિલાની અટકાયત કરી હતી. તેનો કોરોના રિપોર્ટ કરાવતા આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી પ્રદ્યુમનનગર ડી સ્ટાફના પીએસઆઇ સહિતની ટીમના રિપોર્ટ કરાવી તમામને 5 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન કરાયા છે.
ત્રણ કેસમાંથી બે વ્યક્તિ અમદાવાદથી આવ્યા હતા

આજે શહેરમાં નોંધાયેલા ત્રણ કેસમાં કેવલમ રેસિડન્સીમાં રહેતા અર્ચનાબેન કલ્યાણભાઇ અગ્રાવત (ઉ.વ.27) જેઓ 25 મેના રોજ અમદાવાદથી આવ્યા હતા. ચિત્રકૂટધામ અમીન માર્ગ રહેતા જશુમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુ (ઉ.વ.87) જેઓ 25મેના રોજ અમદાવાદથઈ આવ્યા હતા. તમેજ ગાયકવાડી જંક્શન પ્લોટ વિસ્તારમાં રહેતા હશુબેન મુન્નાભાઇ રાઠોડ (ઉ.વ.42)ને પોઝિટિવ કેસ નોંધાયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here