- Advertisement -
મોરબી જિલ્લાના હળવદ પંથકમાં કોરોના એ જાણે માથું ઉચક્યું હોય તેમ બે દિવસ પહેલાં ધનાળા ગામે વૃધ્ધ વિભા ભાઈ ગોહીલ કોરોના પોઝિટિવ આવતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે શનિવારે કોરોના ના દર્દી વિભાગોહિલ નો ૩૦ વર્ષ નોપુત્ર સંજય ભાઈ ગોહીલ અને તેમના પત્ની ૫૦ વષેના જીલુબેન ગોહિલ નું કોરોના નું સેમ્પલ લેતાં તેવો નો રવિવારે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
બનાવ ના પગલે હળવદ બ્લોક હેલ્થ અધિકારી ડો ભાવિનભાઈ ભટી હળવદ મામલતદાર વી કે સોલંકી. તાલુકા વિકાસ અધિકારી અમિત ભાઈ રાવલ હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડિયા આરોગ્ય વિભાગ ના સ્ટાફ ધનાળા ગામે જવા માટે રવાના થયા હતા ત્યારે બાદ કોરોના પોઝિટિવ દર્દીઓ. કંઈ હોસ્પિટલમાં સારવાર અને કયા ગામ સહિત ચચોઓ તેમના પરિવાર સાથે કરાશે હાલ તો બંને કોરોના દદીઓ તેમના ઘરે ધનાળા છે તેમ આરોગ્ય વિભાગ ના અધિકારી ઓ જણાવ્યું હતુ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી