કોરોના : રાજસ્થાન અને દિલ્હી સરકારે લોકડાઉન લંબાવ્યુ

0
3

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોએ કોરાના કર્ફ્યુ વધારવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં વધતા કેસની વચ્ચે યોગી સરકારે 17 મે સુધી કોરોના કર્ફ્યુને વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજસ્થાન સરકારે 24 મેએ સુધીનું સખ્ત લોકડાઉન જાહેર કર્યું છે. બીજી તરફ દિલ્હીમાં પણ એક સપ્તાહ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉતરપ્રદેશ
ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને યોગી સરકારે 17 મે સુધી કોરોના કર્ફ્યુને વધારવાનો નિર્ણય લીધો છે. રવિવારે જ આ અંગેના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક સપ્તાહના લોકડાઉનના કારણે એક્ટિવ કેસમાં 60 હજારથી વધુનો ઘટાડો આવ્યો છે. એવામાં સરકાર તાત્કાલિક લોકડાઉનમાં ઢીલ આપીને જોખમ લેવા માંગતી નથી. આ કારણે સરકારે હાલના પ્રતિબંધોને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

3 મેના રોજ બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં આ લોકોને મળી છે છુટ
ઔદ્યોગિક ગતિવિધિઓને છુટ એટલે કે તમે કોઈ કંપની કે ફેકટરીમાં કામ કરો છો તો આઈકાર્ડ બતાવીને જઈ શકો છો. મેડિકલ અને જરૂરિયાતની વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનને છુટ આપવામાં આવી છે. ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલના અન્ય કર્મચારી, મેડિકલ દુકાન અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો. ઈ-કોમર્સ ઓપરેશન્સ એટલે કે તમે ઓનલાઈન પોર્ટલ દ્વારા મળેલા જરૂરી સામાનનો ઓર્ડર ડિલીવર કરી શકો છે. મેડિકલ ઈમરજન્સી, ટેલિકોમ સેવા, પોસ્ટ સર્વિસ, ઈલેક્ટ્રોનિક, ઈન્ટરનેટ મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓએ ઈ-પાસ બનાવવાની જરૂરિયાત નથી. તેઓ પોતાની કંપનીનું આઈકાર્ડ બતાવીને જઈ શકે છે.

રાજસ્થાન
રાજસ્થાન સરકારે 24 મે સુધી સખ્ત લોકડાઉનની જાહેરાત કરી છે. સોમવાર સવારે 5 વાગ્યાથી 24 મે સુધી સખ્ત લોકડાઉન રહેશે. ઈમરજન્સીને બાદ કરતા બસો સહિત પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્પપોર્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારના કારણ વગર ઘરની બહાર નીકળનારને પોલીસ સીધી ક્વોરેન્ટાઈ કરશે.

આ સખ્તાઈ લાગુ રહેશે
ટ્રન્સપોર્ટેશન પર પ્રતિબંધ રહેશે. એક શહેરથી બીજા શહેરમાં જવા પર પ્રતિબંધ રહેશે. ગામડામાં પણ આ જ પ્રકારની સખ્તાઈ રહેશે. શહેરમાંથી ગામડામાં અને ગામડામાંથી શહેરમાં જવા પર પ્રતિબંધ રહેશે. ખાનગી અને સાર્વજનિ ટ્રાન્સપોર્ટેશનના સાધન સંપૂર્ણ રીતે બંધ રહેશે. જાન માટે બસ, ઓટો, ટેમ્પો, ટ્રેક્ટર, જીપ વગેરેની મંજૂરી નથી. વીકેન્ડ પર પહેલાની જેમ જ દૂધ, મેડિકલ અને ફળ-શાકભાજીને બાદ કરતા તમામ દુકાનો બંધ રહેશે. 24 મે સુધી આવશ્યક સેવાઓને બાદ કરતા તમામ સરકારી ઓફિસ, બજાર અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંધ રહેશે. લગ્નમાં 11થી વધુ મહેમાન એકત્રિત થઈ શકશે નહિ. અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો સામેલ થઈ શકશે નહિ. લગ્ન સમારંભ, ડીજે સહિતની મંજૂરી 31 મે સુધી નહિ. મેરેજ ગાર્ડન, મેરેજ હોલ અને હોટલ લગ્ન સમારંભ માટે બંધ રહેશે. રાજ્યમાં બહારથી આવનારે 72 કલાક પહેલા કરાવવામાં આવેલો RT-PCR રિપોર્ટ નેગેટિવ બતાવવો પડશે.

દિલ્હી
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં લોકડાઉન 10 મેના રોજ પુરુ થવાનું હતું. હવે તે 17 મેની સવાર સુધી લાગુ રહેશે. કેજરીવાલે એ પણ કહ્યું કે આ વખતે લોકડાઉન વધુ સખ્ત રહેશે. જેથી સંક્રમણની ગતિને કાબુમાં કરી શકાય. દિલ્હીમાં સોમવારથી મેટ્રો સર્વિસને પણ બંધ કરવામાં આવશે.

આ વખતે શું રહેશે સખ્તાઈ
દિલ્હીમાં સોમવારથી મેટ્રો ચાલશે નહિ. આ સિવાય કોઈ પણ મેરેજ હોલ, બેન્કવેટ હોલ કે હોટલમાં લગ્ન થઈ શકશે નહિ. લગ્ન કરવા પર પ્રતિબંધ નથી, જોકે લગ્ન માત્ર ઘર કે કોર્ટમાં જ થઈ શકે છે. અત્યાર સુધી લગ્નમાં 50થી વધુ લોકોને સામેલ થવાની પરવાનગી હતી, જોકે હવે 20થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ. લગ્નમાં ડીજે, ટેન્ટ, કેટરિંગની પણ પરવાનગી નહિ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here