કોરોના રાજકોટ – ગીર-સોમનાથ જિલ્લામાં 6 નવા પોઝિટિવ કેસ, વેરાવળમાં 25 વર્ષીય યુવક સહિત હડમતિયાની 23 વર્ષીય યુવતી પોઝિટિવ આવી

0
0

                             રાજકોટ શહેરના 76 અને ગ્રામ્યના 10 મળી કુલ 86 કેસ થયા

સીએન 24 ગુજરત

રાજકોટ. ગીરસોમનાથમાં વધુ 6 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાં ઉના તાલુકાના અંજાર ગામમાં 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ વાસોજ ગામમાં રહેતા 40 વર્ષીય પુરુષનો છે. જ્યારે તલાલાના હડમતીયા ગામની એક 23 વર્ષીય યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ગીર-ગઢડામાં 55 વર્ષીય પુરુષ અને ફાટસર ગામમાં 20 વર્ષીય યુવાનનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. વેરાવળમાં રહેતા 25 વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા કુલ 6 નવા કેસ સામે આવ્યાં છે.
ભાવનગરમાં વધુ એક દર્દી ડિસ્ચાર્જ થયો
ભાવનગરમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરના રૂવાપરી રોડ ઈન્ડિયા હાઉસ સામે સંજરી પાર્કમાં રહેતા શકીલ અબ્દુલકાદર યામિની (ઉં.વ.33)નો પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.  સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ કરવમાં આવ્યા છે. તેમજ રૂવાપરી રોડ ઈન્ડિયા હાઉસ સામે સંજરી પાર્કમાં રહેતો અસદ હુમાયુ શેખ (ઉ. વ. 7)નો પોઝિટિવ રિપોર્ટ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો આજે તે રોગમુક્ત થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આજના દિવસમાં બે અને  ટોટલ 87 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પોઝિટિવ કેસ 112 નોંધાયા છે. જેમાંથી 8ના મોત 87 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ધોરાજીમાં એક અને કેશોદમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
મુંબઇથી કેશોદ આવેલા ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટ જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદથી પરત ધોરાજી આવેલા 42 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી ધોરાજીમાં  પોઝિટિવ કેસની સંખ્યા 2 થઇ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 86 થઇ છે. રાજકોટ શહેરના 76 અને ગ્રામ્યના 10 મળી કુલ 86 કેસ થયા છે. રાજકોટમાં લેવાયેલા 31 સેમ્પલમાંથી એક પોઝિટિવ જે ધોરાજીમાં નોધાયો છે. 12 રિપોર્ટ નેગેટિવ અને 18 રિપોર્ટ આવવાના બાકી છે.આજે કેશોદમાં  વધુ ત્રણ કેસ નોંધાયો છે. આ ત્રણેય વ્યક્તિ 16 મેના રોજ મુંબઇના કાંદિવલીથી કેશોદ આવ્યા હતા. પરંતુ તેમનામાં કોરોના લક્ષણો દેખાતા રસેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 17 કેસ નોંધાયા છે. જેમાં 4 સાજા થઇ ગયા છે અને 13 દર્દી હજુ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here