Tuesday, September 21, 2021
Homeકોરોના રાજકોટ : શહેરમાં ગઇકાલે એક પણ કેસ નોંધાયો નહીં, કુલ કેસની...
Array

કોરોના રાજકોટ : શહેરમાં ગઇકાલે એક પણ કેસ નોંધાયો નહીં, કુલ કેસની સંખ્યા 42787

રાજકોટમાં કોરોના વાયરસનો ખાત્મો થઇ રહ્યો તેવું સરકારી આંકડા પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. ગઇકાલે શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42787 પર પહોંચી છે. આજે માત્ર વાણિજ્ય એકમો સાથે જોડાયેલા લોકો માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

વાણિજ્યિક એકમોને 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી અપાય છે

હાલ રાજકોટ શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશન અંતર્ગત વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે આજે શહેરમાં 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારની સૂચના અનુસાર વ્યાપારિક એકમો સાથે સંકળાયેલા લોકોએ આજ રોજ સુધીમાં રસી લઈ લેવાની રહેશે છે, અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહીં.

આજે આ સેશન સાઇટ પર વેપારીઓને રસી અપાય રહી છે

1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં. 28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કુલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં. 61, હુડકો
19) શાળા નં. 20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કુલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) કબીરવન આરોગ્ય કેન્દ્ર
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments