Tuesday, September 21, 2021
Homeકોરોના : વૅનના ડ્રાઈવરનું કોરોનાવાઈરસને લીધે મૃત્યુ થતા રામચરણ એ પોતાને આઈસોલેટ...
Array

કોરોના : વૅનના ડ્રાઈવરનું કોરોનાવાઈરસને લીધે મૃત્યુ થતા રામચરણ એ પોતાને આઈસોલેટ કર્યા

ટોલિવૂડ સ્ટાર રામચરણે પોતાને આઈસોલેટ કર્યા છે. થોડા દિવસ પહેલાં ચિરંજીવીની ફિલ્મ ‘આચાર્ય’નું શૂટિંગ કરી રહ્યા હતા. હૈદરાબાદમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન રામચરણની વેનિટી વૅનના ડ્રાઈવરનું કોરોનાને લીધે અવસાન થયું. એ પછી રામચરણે આ નિર્ણય લીધો. તેને પોતાની ટીમ મેમ્બર્સ સાથે ઘણો લગાવ હતો અને ડ્રાઈવરના મૃત્યુને લીધે આંચકો લાગ્યો છે.

પવન કલ્યાણ અને સોનુ પણ કોરોનાની ઝપટમાં
સાઉથ ઇન્ડસ્ટ્રીના સ્ટાર પવન કલ્યાણ પણ કોરોના સંક્રમિત છે અને તે ફાર્મ હાઉસ પર પોતાની સારવાર કરાવી રહ્યા છે.થોડા દિવસ પહેલાં આચાર્ય ફિલ્મના જ મેન વિલન સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આચાર્ય ફિલ્મનો ઘણો ભાગ હજુ શૂટ કરવાનો બાકી છે. રામચરણ અને ચિરંજીવીને હાલ શૂટિંગ યુનિટ સુરક્ષિત રહે તેની ચિંતા છે. ફિલ્મ કરતાં તેઓ લોકોના સ્વાસ્થ્યને વધારે મહત્ત્વ આપી રહ્યા છે. ફિલ્મનું માત્ર 12 દિવસનું શૂટિંગ થયું હતું.

ચિરંજીવીની દરિયાદિલી
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ હૈદરાબાદના સિને વર્કર્સ અને જર્નલિસ્ટ્સ માટે ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ વાતની જાણકારી તેમણે પોતે સોશિયલ મીડિયા પર આપી. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, આજે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. વેક્સિન લઈશું, માસ્ક પહેરીશું અને સુરક્ષિત રહીશું.

ચિરંજીવી ફ્રી વેક્સિન અપાવવાનું આ કામ એપોલો 24/7ની મદદથી પોતાના નેતૃત્વની કોરોના ક્રાઈસિસ ચેરિટી (CCC) એસોસિએશન હેઠળ કરી રહ્યા છે. વીડિયોમાં ચિરંજીવીએ સિને વર્કર્સ અને પત્રકારોને વિનંતી કરી છે કે, તેઓ ફ્રી વેક્સિન લેવા એસોસિએશનમાં પોતાનું નામ નોંધાવી લે. ગયા વર્ષે ઘણા તેલુગુ સેલેબ્સ પણ આ ચેરિટી એસોસિએશનમાં રૂપિયા દાન કરવા માટે આગળ આવ્યા હતા. આ એસોસિએશન ચિરંજીવી દ્વારા તેલુગુ ઇન્ડસ્ટ્રીના ડેલી વેજ વર્કર્સની મદદ માટે શરુ કરવામાં આવ્યું હતું.

ગયા વર્ષે ચિરંજીવીએ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા
ગયા વર્ષે વરુણ તેજ, રવિ તેજા, વિશ્વ સેન, સાઈ ધર્મ તેજ અને શરવાનંદ જેવા ઘણા તેલુગુ એક્ટર્સે કોરોના પીડિત લોકોની મદદ માટે કોરોના ક્રાઈસિસ ચેરિટીમાં ફંડ ડોનેટ કર્યું હતું. ચિરંજીવીએ પણ ડેલી વેજ વર્કર્સની મદદ કરી હતી. વરુણ અને રવિએ 20 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. ચિરંજીવીએ રિલીફ ફંડમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments