કોરોના : રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કોરોના સ્ટેજ વનમાં તો અમુક વિસ્તારોમાં સ્ટેજ ટૂમાં પહોંચ્યો : જયંતિ રવિ

0
7

રાજ્યમાં કોરોનાનો ચેપ સતત પ્રસરી રહ્યો છે. બનાસકાંઠા સહિત હવે રાજ્યના 20 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમાદાવાદ અને વડોદરામાં પોઝિટિવ દર્દીઓ વધારે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારો કે જ્યાં એકાદ પોઝિટિવ દર્દી છે ત્યાં કોરોના સ્ટેજ વનમાં છે પરંતુ રાજ્યના એવા વિસ્તારો કે જ્યાં એક કરતા વધારે કેસ નોંધાયા છે અને તેમને હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવ્યા છે ત્યાં કોરોના સ્ટેજ ટૂમાં પહોંચ્યો છે. રાજ્યમાં હજી કોરોના સ્ટેજ થ્રી એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડમાં પહોંચ્યો નથી તેમ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 2 હજારથી વધુ ટેસ્ટ લેવાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ, 1945 નેગેટિવ અને 273 ટેસ્ટ પેન્ડિંગ છે. અત્યારસુધીમાં કુલ 13257 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 12446 નેગેટિવ અને 548 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં 14204 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 12584 હોમ ક્વૉરન્ટીન, 1442 સરકારી અને 178 ખાનગી ફેસેલિટીમાં ક્વૉરન્ટીન છે.

અમદાવાદમાં 300ની નજીક પોઝિટિવ કેસ

રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાવાર આંકડો જોઇએ તો અમદાવાદમાં 295 પોઝિટિવ અને 13નાં મોત, વડોદરામાં 102 અને 3 મોત, સુરતમાં 33 પોઝિટિવ અને 4 મોત, ભાવનગરમાં 23 પોઝિટિવ અને 2 મોત, રાજકોટમાં 18 પોઝિટિવ, ગાંધીનગર 15 પોઝિટિવ અને 1 મોત, પાટણમાં 14 પોઝિટિવ અને 1 મોત, આણંદમાં 9 પોઝિટિવ, ભરૂચમાં 8 પોઝિટિવ, કચ્છમાં 4 પોઝિટિવ, પોરબંદરમાં 3 પોઝિટિવ, છોટાઉદેપુરમાં 3 પોઝિટિવ, મહેસાણામાં 2 પોઝિટિવ, ગીર સોમનાથમાં 2 પોઝિટિવ, બનાસકાંઠામાં 2 પોઝિટિવ, મોરબીમાં એક પોઝિટિવ, સાબરકાંઠામાં એક પોઝિટિવ, દાહોદમાં એક પોઝિટિવ, જામનગરમાં એક પોઝિટિવ અને એકનું મોત, પંચમહાલમાં એક પોઝિટિવ અને એકનું મોત નીપજ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here