રાજ્યના રેડઝોન 9 જિલ્લામાં કોરોના રિકવરી દર 2 સપ્તાહમાં 24.08% વધીને 38.23% થયો

0
0

મહેસાણા :  રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ફોર્સ અને દર્દીઓના મક્કમ મનોબળ વચ્ચે રાહતના સમાચાર એ છે કે હવે રેડ ઝોનમાં પણ કોરોનાનો રિકવરી દર ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા મહાનગર સહિત નવ જિલ્લાને સમાવતા રેડઝોનમાં છેલ્લા બે સપ્તાહમાં 24.08 ટકા રિકવરી દર વધ્યો છે. એટલે કે 1લી મેના રોજ 14.15 ટકા હતો, જે 16 મેના રોજ 38.23 ટકા થયો છે. રાજ્યમાં પણ રિકવરી દર 16મેની સ્થિતિએ 39.20 ટકા થયો છે.

દરેક જિલ્લાનો રિકવરી રેટ વધ્યો

અમદાવાદનો રિકવરી દર બે સપ્તાહમાં સરેરાશ 20 ટકા જેટલો વધ્યો છે. 1લી મેએ 12.11 ટકા હતો, તે 16મેની સ્થિતિએ 31.25 ટકાએ પહોંચી ગયો છે. એ જ પ્રમાણે સુરતમાં પણ રિકવરી દર 55.25 ટકા વધ્યો છે. 1મેએ 10.24 ટકા હતો, તે 16મેએ 65.49 ટકા થયો છે. વડોદરામાં રિકવરી દરમાં 26.57 ટકાનો વધારો નોંધાયો છે. 1મેએ 33.11 ટકા હતો, જે વધીને 59.78 ટકા થયો છે. તો આણંદમાં 1લીએ રિકવરી દર 40.54 ટકા હતો, જે 86.58 ટકાએ પહોંચી ગયો છે, જે રેડઝોનમાં સૌથી વધુ છે. જ્યારે ભાવનગરમાં 1લીએ 44.68 ટકા હતો, તે 64.48 ટકા થયો છે. રાજકોટ, મહેસાણા, ભરૂચ સહિતના 19 જિલ્લાને સમાવતા ઓરેન્જ ઝોનમાં છેલ્લા બે સપ્તાહમાં રિકવરી દર 14.47 ટકા વધ્યો છે. 1લી મેએ આ દર 43.31 ટકા હતો, જે 16મીની સ્થિતિએ વધીને 57.78 ટકા થયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ 5 જિલ્લામાં 1લી મે સુધી કોઈ ઓક્ટિવ કેસ નહોતો એટલે રિકવરી દર 100 ટકા હતો. 16મેની સ્થિતિએ પાંચે જિલ્લામાં કુલ 24 કેસ નોંધાયા, જેમાં 8ને રજા અપાતાં રિકવરી દર 33.33 ટકા રહ્યો છે.

અમદાવાદ, વડોદરા અને સુરતમાં દર્દીઓ સાજા થવાનો દર

  • અમદાવાદનો રિકવરી દર 12.11 ટકાથી વધીને 31.25 ટકા થયો.
  • સુરતમાં 100 દર્દીએ સાજા થવાનો દર 10.24 ટકા હતો, તે 55.25 ટકા વધીને 65.49 ટકા થયો.
  • વડોદરામાં 33.11 ટકાથી વધીને 59.78 ટકા થયો.
  • ઓરેન્જ ઝોનમાં રિકવરી દર 43.31 ટકાથી વધીને 57.78 ટકા થયો.
  • ગ્રીન ઝોનમાં 33.33 ટકા થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here