રાજકોટ : ગોંડલમાં એક જ પરિવારના 4 સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જામનગરમાં મોડી રાતે 4 કેસ નોંધાયા

0
5

રાજકોટ. સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડમાં એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પતિ-પત્ની અને 2 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિવાર થોડા દિવસ પહેલા મુંબઈથી વાસાવડ આવ્યો હતો અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. હાલ તો હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરમાં મોડી રાતે 4 કેસ પોઝિટિવ

જામનગરમાં ગત મોડી રાતે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતી 55 વર્ષીય મહિલાનો, ગવર્મેન્ટ કોલોની, પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે રહેતી 21 વર્ષીય યુવતી અને સેતાવાડમાં 31 વર્ષીય પુરૂષ અને 30 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તો આરોગ્ય વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં કુલ 179 કેસ પોઝિટિવ

બુધવારે રાજકોટ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 118 થઇ છે. આમ ગ્રામ્યમાં કુલ 61 કેસ અને રાજકોટમાં શહેરના 118 કેસ મળી કુલ 175 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here